fbpx
Friday, January 17, 2025

ધંધામાં નુકસાન નહીં થાય, અટકેલા કામ પૂરા થશે, સોપારીના આ ટોટકા સુખ-શાંતિ લાવશે.

વિઘ્નહર્તા ગણેશની પૂજા કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આર્થિક તંગીમાં પણ રાહત મળે છે. ખાસ કરીને સોપારી થકી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે તો વધુ લાભ થાય છે. પૂજા કર્યા બાદ સોપારીને લાલ અથવા પીળા રંગના કપડામાં બાંધી દો. આ કપડાંને તિજરીઓમાં રાખો દો. તિજોરી ન હોય તો તમે પૈસા રાખતા હોવ તે સ્થળે પણ સોપારી બાંધેલું આ કપડું રાખી શકો છો.

આવું કરવાથી તમારા પરિવારમાં આર્થિક સંકટો દૂર થશે.

નુક્શાન થાય ત્યારે

ઘણા લોકો બિઝનેસમાં નુક્શાનનો ભોગ બની રહ્યા છે. બિઝનેસમાં નુક્શાન થવાના કારણે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો શનિવારે રાત્રે પીપળા નીચે એક રૂપિયાના સિક્કા સાથે સોપારી મૂકી દો. ત્યારબાદ રવિવારે તેને ઘરે લઈ આવો. આવું કરવાથી ધન લાભ થશે.

કામમાં અડચણ આવે ત્યારે

કામમાં આવતા સંકટ દૂર કરવા પણ સોપારીનો ઉપાય અસરકારક નિવડે છે. તમારું કોઈ મહત્વનું કામ ન થઈ રહ્યું હોય અથવા તો તેની સામે અડચણ આવતી હોય તો કાળા કપડામાં સોપારી અને બે લવિંગ બાંધો. હવે તેને ગણેશજીની સામે મૂકી દો. હવે તમારું અટવાયેલું કામ કરવા જતી વખતે તે કપડાને પોતાની સાથે લઈ જાઓ. આવું કરવાથી તમારું કામ થઈ જશે.

લગ્ન ન થતા હોય ત્યારે

લાંબા સમયથી લગ્ન ન થઈ રહ્યા હોય કે પછી લગ્નના યોગ ન બની રહ્યા હોય તે સ્થિતિમાં પણ સોપારીનો ઉપાય અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે ગુરુવારે સોપારી સાથે હળદર, કુમકુમ અને નાડાછડીને માતા લક્ષ્‍મીના મંદિરે સંતાડીની રાખી દો. આવું કરવાથી લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. હવે લગ્ન નક્કી થઈ જાય એટલે તે સોપારીનું નદી કે તળાવમાં વિસર્જન કરી દો.

અહીં ઉલ્લેખનીય છે કે, ગણપતિની પૂજાની જેમ ધનની દેવી માતા લક્ષ્‍મીની પૂજામાં સોપારીનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે જો દેવી લક્ષ્‍મીની પૂજામાં ચઢાવવામાં આવતી સોપારીને ભક્તિ સાથે તમારા ધન સ્થાનમાં રાખવામાં આવે અને ધૂપ – અગરબત્તી કરવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles