હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘર બનાવવાથી લઈને સજાવટ સુધીમાં વાસ્તુ શાસ્ત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આવી રીતે ઘરમાં પૈસા રાખવાની જગ્યા એટલે કે તિજોરીને લઈને પણ ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે.
ઘરમાં પૈસા રાખવાની એક ખાસ જગ્યા હોય છે. આ એક સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ સ્થઆનને લઈને ખાસ સાવધાની રાખવામાં આવી છે. તિજોરીની પાસે અમુક વસ્તુઓને રાખવી અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે.
સાવરણી
હિંદૂ ધર્મમાં તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. માટે ભૂલથી પણ તિજોરીની પાસે ઝાડુ ન રાખવું જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તિજોરીની પાસે ઝાડુ રાખવાથી ધન ઘટે છે. માટે ભૂલથી પણ ઝાડુને તિજોરીની પાસે ન રાખો. તેનાથી આર્થિક પતન થઈ શકે છે. ઘરમાં તંગી આવી શકે છે. માટે આ ભૂલ ક્યારેય ન કરો.
એંઠા વાસણ
જે જગ્યા પર સાફ-સફાઈ રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં ધનની દેવી લક્ષ્મી નથી આવતી. તિજોરીની પાસે પણ સાફ સફાઈ રાખવી જોઈએ. ક્યારેય પણ તિજોરીની પાસે એંઠા વાસણ ન રાખવા જોઈએ. આ ખૂબ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ધન નથી આવતું. માટે હંમેશા તિજોરીની પાસે સાફ-સફાઈ રાખો. તેનાથી માતા લક્ષ્મીનો વાસ રહેશે. ઘરમાં સુખ શાંતિ બની રહેશે.
કાળુ કપડું
તિજોરીની પાસે ક્યારેય પણ ભૂલથી કાળુ કપડું ન રાખો આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ધનનો નાશ થાય છે. ક્યારેય પણ દાગીના કે રૂપિયાને કાળા કપડામાં બાંધીને ન રાખવા જોઈએ. આ ભૂલથી ઘરની આર્થિક સંપન્નતા પર અસર પડે છે. માટે ભૂલથી પણ આ ભૂલ ન કરો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)