આજે શુક્રવાર છે અને બારસ છે, જે આજે સાંજે 07:18 વાગ્યા સુધી રહેશે. 14 જુલાઈના રોજ સવારે 8:28 વાગ્યાથી 15 જુલાઈના રોજ 8:21 વાગ્યા સુધી વૃદ્ધિ યોગ છે. કામમાં વૃદ્ધિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આ યોગમાં જે પણ કામ કરવામાં આવે તેમાં કોઈ અડચણ આવતી નથી, માત્ર વૃદ્ધિ થાય છે.
આજે ચંદ્રમાં વૃષભ રાશિમાં બિરાજમાન છે અને ચંદ્રમાનું નક્ષત્ર રોહિણી છે. આ કારણોસર જીવનમાં સફળતા મેળવવા અને દુ:ખ દૂર કરવા કયા ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
- તમારા ઘરમાં તમારી પત્ની અને તમારી માતાની બિલકુલ પણ બનતી નથી, તો તે માટે બંનેના કપડામાંથી એક એક દોરો કાઢીને એકબીજા સાથે બાંધી દો અને તે મંદિરમાં અર્પણ કરો. મંદિરમાં કપૂરનો દીવો કરો અને હાથ જોડીને બંનેના સારા સંબંધ માટેની પ્રાર્થના કરો. આ પ્રકાર કરવાથી સાસુ-વહુના સંબંધમાં સુધારો થશે.
- ઠંડા પીણાનો બિઝનેસ કરો છો અને તેમાં સફળતા મેળવવા માંગો છો? આજે સાંજે એક કળશમાં પાણી લો અને તેમાં ચોખાના થોડા દાણા નાખીને ચંદ્રદેવને અર્ધ્ય અર્પણ કરો અને ચંદ્રદેવના મંત્ર ‘ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:’ નો 11 વાર જાપ કરો. આ પ્રકારે કરવાથી બિઝનેસમાં સફળતા મળશે.
- જરૂરી ડીલ માટે બહાર જાવ છો, તો આજના દિવસે બહાર જતા પહેલા માઁ લક્ષ્મીને પ્રણામ કરો અને તેમના આશીર્વાદ મેળવો. હવે દહીં-ખાંડ ખઈને પાણી પીને ઘરની બહાર નીકળો. આ પ્રકારે કરવાથી કામમાં સફળતા મળશે.
- માનસિક પરેશાનીથી છુટકારો મેળવવા 2મુખી રૂદ્રાક્ષ ધારણ કરો. રોહિણી નક્ષત્રમાં આ પ્રકારે કરવાથી માનસિક પરેશાનીથી છુટકારો મળશે.
- ઘરમાં કંકાશ દૂર કરવા સૂતા સમયે માથા નીચે કપૂરની બે ટિક્કીઓ રાખો. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી તે કપૂર દક્ષિણ દિશામાં રાખીને સળગાવી દો. આ પ્રકારે કરવાથી ઘરમાં કંકાશ દૂર થશે.
- સુંદર અને સ્વસ્થ જીવન જીવવા માટે રોહિણી નક્ષત્રમાં જાંબુનું ઝાડ લગાવો અને તેના પર પાણી અર્પણ કરો. તમે આ ઝાડ ના લગાવી શકતા હોય તો આ દિવસે એક ઝાડ લગાવવાનો નિશ્ચય કરો અને જેટલું બને તેટલું જલ્દી ઝાડ વાવી દો. આ પ્રકારે કરવાથી તમે એક સારું અને સ્વસ્થ જીવન જીવી શકશો.
- જીવનસાથી પ્રગતિ થાય તે માટે સ્નાન કર્યા પછી લક્ષ્મી માતાનો મંત્ર ‘श्रीं ह्रीं श्रीं’ નો 108 વાર જાપ કરો. જેથી જીવનસાથી પ્રગતિ થશે અને પગાર વધશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)