વૈદિક જ્યોતિષ અનુસાર, બુધ ગ્રહ બુદ્ધિ, કૌશલ્ય, સંચાર અને ભાષણનું પ્રતિનિધિત્વ કરે છે. બુધની સ્થિતિમાં ફેરફાર જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે. આ ફેરફાર 11 જુલાઈએ થયો હતો. બુધના ઉદયથી કઈ રાશિઓને ખુબ સફળતા મળવાની સંભાવના છે. આ રાશિઓ પર બુધનો સકારત્મક પ્રભાવ જોવા મળે છે. સાથે જ ભગવાન ગણેશની કૃપા થાય છે.
મિથુન
બુધનો ઉદય મિથુન રાશિના જાતકોને લાભ આપી શકે છે.
આર્થિક પરેશાનીઓથી છુટકારો મેળવવો લાભદાયી રહેશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં પ્રમોશન સંબંધિત સારા સમાચાર મળી શકે છે.
કન્યા
બુધના ઉદયથી કન્યા રાશિના લોકોને લાભ થશે. તમને સાનુકૂળ પરિણામ અને સફળતા મળશે. વેપારમાં વિસ્તરણ થશે. કાર્યસ્થળ પર જવાબદારીઓ વધશે. વ્યવસાયિક અને અંગત જીવનમાં એકંદરે સુધારો જોવા મળશે.
મકર
બુધના ઉદયથી મકર રાશિના લોકો પર સકારાત્મક અસર પડશે. જીવનના વિવિધ પાસાઓમાં અનુકૂળ પરિણામોનો અનુભવ થશે. કાયદાકીય બાબતોનો સફળતાપૂર્વક ઉકેલ આવશે. જૂની સમસ્યાઓ હલ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)