હિંદૂ કેલેન્ડર અનુસાર શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ચુક્યો છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર શ્રાવણ 18 જુલાઈથી શરૂ થશે. આ મહાદેવનો સૌથી પ્રિય મહિનો હોય છે. આ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ હોય છે. ભક્ત મહાદેવની આરાધનામાં લીન હોય છે. કાંવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
શ્રાવણના સોમવારનું મહત્વ વધારે વધી જાય છે. આ દિવસે લોકો વ્રત પણ કરે છે. ભગવાન શિવની પૂજામાં તેમને જળ, દૂળ, બિલિપત્ર, પુષ્પ વગેરે અર્પિત કરવામાં આવે છે. આ રીતે તેમની પસંદગીની વસ્તુઓમાં એક શમી પત્ર પણ મહાદેવને ચડાવવામાં આવે છે.
શું છે શમી પત્રનું મહત્વ?
હિંદૂ ધર્મ માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને શમી પત્ર વિધિવિધાનથી ચડાવવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં શિવલુંગ પર જળાભિષેકના બાદ દૂધ ચડાવવું ખૂબ જ શુભ છે. તેના બાદ શિવજીને ધતૂરો, બિલિ પત્ર, મદારના ફૂલ અને શમી પત્ર પણ ચડાવવા જોઈએ. તેનાથી શિવજી ખૂબ પ્રસન્ન થાય છે.
કેમ શું માનવામાં આવે છે શમી પત્ર?
હિંદૂ ધર્મમાં શમીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે રાવણનું વધ કર્યા બાદ જ્યારે ભગવાન શ્રીરામ પરત ફર્યા હતા ત્યારે તેમણે શમીના વૃક્ષની પૂજા કરી હતી. બીજી એક કથા અનુસાર મહાભારતમાં પાંડવોને અજ્ઞાતવાસ આપવા પર તેમણે પોતાના અસ્ત્ર-શસ્ત્ર સમીના ઝાડમાં જ છુપાવ્યા હતા. આ કારણથી શમીના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શમી પત્ર ચડાવવાના નિયમ
આમ તો દરેક મહિનામાં તમને શિવજીને શમી પત્ર ચડાવવા જોઈએ. પરંતુ શ્રાવણના મહિનામાં તેનું મહત્વ વધી જાય છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને શમી પત્ર અર્પિત કરવાથી ઈચ્છા અનુસાર વરદાન મળે છે. આ મહિનામાં સોમવારે સવારે શિવાલયમાં જઈને પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ કરીને બેસો. તેના બાદ એક તાંબાના લોટામાં જળ, ગંગાજળ, ચોખા, સફેદ ચંદન વગેરે મિક્સ કરી શિવલિંગ પર અર્પિત કરો.
આમ કરતી વખતે ओम नम: शिवाय મંત્રનો જાપ કરો. હવે તેના બાદ તમે ભગવાન ભોલેનાથને બિલિપત્ર, ચોખા, શમી પત્ર, સફેદ વસ્ત્ર અર્પિત કરી દો. શમી પત્ર ચડાવતી વખતે પણ ओम नम: शिवाय મંત્રનો જાપ કરવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)