હિન્દુ પંચાંગ અનુસાર દર મહિને પ્રદોષ વ્રત આવે છે. દર મહિને બે પ્રદોષ વ્રત હોય છે, જેમાં એક શુક્લ પક્ષ અને બીજું કૃષ્ણ પક્ષ. ધાર્મિક માન્યતા અનુસાર સાચા મનથી પ્રદોષ વ્રત રાખવામાં આવે તો મહાદેવ બધી મનોકામના પુરી કરે છે. ત્યાં જ શ્રાવણ માસનો પહેલો પ્રદોષ વ્રત 15 જુલાઈએ છે. આ પ્રદોષ વ્રત ખાસ છે, કારણ કે આ દિવસે શનિવાર પણ છે.
શ્રાવણ(ઉત્તર ભારત)નો પહેલો પ્રદોષ 15 જુલાઈએ છે. આ દિવસે શનિવાર છે માટે પૂજા અને ઉપવાસ કરવાથી ભગવાન શિવ અને શનિદેવ બંનેની કૃપા એક સાથે મેળવી શકાય છે. જે વ્યક્તિ શનિ પ્રદોષ વ્રત રાખે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે પોતાની રાશિ પ્રમાણે દાન કરે છે તો તેને સુખ-સમૃદ્ધિની સાથે-સાથે દુઃખમાંથી પણ મુક્તિ મળે છે.
પ્રદોષ વ્રતના દિવસે રાશિ પ્રમાણે દાન કરો
મેષઃ શનિ પ્રદોષના દિવસે આ રાશિના જાતકોએ છત્રીનું દાન કરવું યોગ્ય રહેશે. તેનાથી શનિ અને શિવ બંનેની કૃપા પ્રાપ્ત થશે.
વૃષભઃ આ રાશિના લોકોએ શનિ પ્રદોષના દિવસે કાળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. ઘણો ફાયદો થશે.
મિથુન: આ રાશિના લોકો માટે શનિ પ્રદોષ વ્રતના દિવસે સરસવના તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
કર્કઃ આ રાશિના લોકોએ જરૂરિયાતમંદ અસહાય લોકોને કપડાંનું દાન કરવું જોઈએ.
સિંહ: શનિ પ્રદોષ વ્રતના દિવસે આ રાશિના લોકોએ ભોજન અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
કન્યાઃ આ રાશિના લોકો માટે ધાબળો અને કાળી છત્રીનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
તુલા: સરસવના તેલ અથવા તલના તેલનું દાન કરવું આ રાશિના લોકો માટે યોગ્ય રહેશે.
વૃશ્ચિકઃ શનિ પ્રદોષ વ્રતના દિવસે આ રાશિના જાતકો માટે લોખંડના વાસણો અથવા કાળા કપડાનું દાન કરવું જોઈએ.
ધનુ: આ રાશિના જાતકોએ કાળી છત્રી અથવા ચામડાના ચંપલનું દાન કરવું જોઈએ.
મકરઃ આ રાશિના લોકોએ કાળી મસૂર, કાળા તલ અથવા કપડાં જરૂરતમંદ લોકોને દાન કરવા જોઈએ.
કુંભઃ શનિ પ્રદોષ વ્રતના દિવસે આ રાશિના લોકોએ વિધિ-વિધાન અનુસાર ભગવાન શનિની પૂજા કરવી જોઈએ. મસૂરની દાળ અને કાળા તલનું દાન કરવું જોઈએ.
મીનઃ શનિ પ્રદોષના દિવસે આ રાશિના લોકો માટે સફેદ વસ્ત્ર અને સફેદ ફૂલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)