હિંદુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન કપૂર સળગાવે છે, જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. કપૂરમાં ઔષધીય ગુણ રહેલા છે. શું તમે જાણો છો કે, કપૂર શેમાંથી મેળવવામાં આવે છે.
કપૂરના ઝાડની લંબાઈ લગભગ 50થી 100 ફૂટ હોય છે. કપૂરના ઝાડ ભારત, શ્રીલંકા, ચીન, જાપાન, મલેશિયા, કોરિયા, તાઈવાન, ઈન્ડોનેશિયામાં જોવા મળે છે. આ ઝાડના ફળ, ફૂલ અને પાન આકર્ષક હોય છે. લોકો આ ઝાડને ડેકોરેશન તરીકે પણ ઘરમાં લગાવતા હોય છે. શું કપૂરનું ઝાડ ઘરમાં લગાવી શકાય અને તેનાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
કપૂરના ઝાડનું વાસ્તુ અને તેના ફાયદા
બિમારી દૂર થાય છે
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરના ઝાડને શુભ માનવામાં આવે છે. આ ઝાડ લગાવવાથી બિમારીઓ દૂર થાય છે અને આરોગ્ય પર સકારાત્મક અસર થાય છે.
નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કપૂરનું ઝાડ લગાવવાથી આસપાસની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ શકે છે અને ખરાબ શક્તિઓ દૂર રહે છે.
વાતાવરણ શુદ્ધ બને છે
કપૂરનું ઝાડ વાતાવરણને સુગંધિત બનાવે છે, જેથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને માનસિક શાંતિ મળે છે.
ધનને આકર્ષિત કરે છે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કપૂરનું ઝાડ ધનને આકર્ષિત કરી શકે છે. આ કારણોસર ઘરમાં કપૂરનું ઝાડ લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે.
સંબંધો વધુ મધુર બને છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કપૂરનું ઝાડ લગાવવાથી પતિ-પત્નીના સંબંધો વધુ મધુર બને છે અને ઘરમાં ખુશીઓનું આગમન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)