શ્રાવણ મહિનાની શિવરાત્રીનું વ્રત સુખ, સૌભાગ્ય અને સફળતા આપનારૂ છે. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ શ્રાવણ મહિનાની શિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ શિવરાત્રી 15 જુલાઈ 2023, શનિવારે છે.
આ દિવસે શિવપૂજાથી શનિ દોષથી પણ મુક્તિ મળશે.
માન્યતા છે કે આ દિવસે શિવજીને એક લોટો જળ અને એક બિલિપત્ર ચડાવવાથી દરેક પીડા દૂર થાય છે. શિવ પુરાણમાં શ્રાવણની શિવરાત્રી વ્રતની કથાનું વર્ણન છે. તેના વગર આ વ્રત અધુરૂ માનવામાં આવે છે. આવો જાણીએ શ્રાવણ મહિનાના શિવરાત્રી વ્રતની કથા.
શ્રાવણ શિવરાત્રી વ્રત કથા
શિવ પુરાણમાં શ્રાવણ શિવરાત્રીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. પૌરાણિક કથા અનુસાર વારાણસીના જંગલમાં ગુરૂદ્રુહ નામનો એક શિકારી રહેતો હતો. એક દિવસ જંગલમાં ફરતા ફરતા સવારથી લઈને રાત થઈ ગઈ અને તેને કોઈ શિકાર ન મળ્યો.
આ દિવસે શિવરાત્રી તિથિ હતી. તે જંગલમાં જ એક બિલિપત્રના ઝાડ પર આરામ કરવા લાગ્યા. ત્યારેજ ત્યાં એક હરણ આવ્યું. તેણે જેવું તીર ચલાવવાનો પ્રયત્ન કર્યો કે ત્યારે જ એક બિલિપત્ર પર વરસાદનું જામેલુ પાણી નીચે સ્થાપિત શિવલિંગ પર પડ્યું. સિકારી દ્વારા અજાણ્યે શિવરાત્રીના જ પહેલા પ્રહરની પૂજા થઈ ગઈ.
આ રીતે થઈ બીજા પ્રહરની પૂજા
હરણની નજર શિકારી પર પડી. તેણે શિકારીને કહ્યું કે ઘરમાં બાળક તેની રાહ જોઈ રહ્યા છે. હરણની વાત સાંભળીને શિકારીએ તેને છોડી દીધી. ત્યાર બાદ હરણની બહેન ત્યાંથી પસાર થઈ. પછી ગુરૂદ્રુહે પોતાના ધનુષ અને તીર ચડાવ્યા. ફરી બિલિપત્ર અને જળ શિવલિંગ પર પડ્યા. એવામાં બીજા પ્રહરની પૂજા થઈ ગઈ. તે હરણે પણ પોતાના બાળકોની સુરક્ષિત સ્થાન પર મુકીને ફરી આવવાની વાત કહી.
શિકારની રાહમાં અજાણ્યામાં કરી શિવ પૂજા
થોડી વાર પછી હરણ તેમને શોધવા નિકળ્યો. ફરી આખી પ્રક્રિયા અજાણતા જ થઈ અને ત્રીજા પ્રહરની પણ શિવલિંગની પૂજા પુરી થઈ. થોડી સમય બાદ ત્રણેય હરણ શિકારીના આપેલા વચનના કારણે તેની પાસે આવી ગયા. આ બધાને જોઈને ગુરૂદ્રુહ ખૂબ જ ખુશ થઈ ગયા. તે બધાને મારતા તે પહેલા ચોથા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ.
શિવજીએ શિકારીને આપ્યો આશીર્વાદ
સવારથી રાત સુધી કંઈ પણ ખાધા પિધા વગર તેણે અજાણ્યામાં શિવરાત્રીનું વ્રત-પૂજા કરી. આ રીતે તેને પાપોમાંથી મુક્તિ મળી અને તેણે હરણને મારવાનો વિચાર પણ છોડી દીધો. જેના પ્રભાવથી તેના પાપ તત્કાળ ભસ્મ થઈ ગયા.
સૂર્યોદય થતા જ તેણે બધા હરણને મારવાનો વિચાર ત્યાગ કરી દીધો. ત્યાંરે જ શિવલિંગથી ભગવાન શંકર પ્રકટ થયા અને તેમણે વરદાન આપતા કહ્યું ત્રેતાયુગમાં ભગવાન રામ તેમના ઘરે આવશે સાથે જ ત્યાર બાદ તે જન્મ-મરણના બંધનથી મુક્ત થઈ જશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)