કાલે હું ડોક્ટર સાથે મારી તબિયત વિશે વાત કરતો હતો.
મારી જોબ, શિફ્ટ, રિપોર્ટિંગ, પગાર,
કામનો પ્રકાર વગેરે વગેરે વાતો એકદમ કાળજી પૂર્વક સાંભળીને
એમણે મને નીચે પ્રમાણે સલાહો આપી :…
1 ખૂબ ચાલો.
2 કોલડ્રિન્કસ એકદમ ઓછા કરો.
3 દારૂ બિલકુલ જ નહી.
4 ખૂબ પાણી પીઓ.
5 નજીકમાં જવું હોય તો રીક્ષા ન કરો, ચાલીને જાવ.
6 બહારનું ખાવાનું બિલકુલ બંધ કરો.
7 ઘરમાં પણ તેલવાળુ, ઘીવાળુ ન ખાવું.
8 પંજાબી, ચાઈનીઝ, ઈટાલીયન… બધાનો વર્જ્ય કરો.
9 એકાદ દિવસની જ ટુર કરો, વધુ દિવસોની બિલકુલ નહીં.
10 એક્દમ સાદો ખોરાક ખાઓ. . . . . . .
મેં હા તો પાડી પછી ઘબરાતા ઘબરાતા પૂછ્યું :
‘ડોક્ટર આમ ખરેખર મને થયું છે શું.. .???’
ત્યારે ડોક્ટર બોલ્યા : થયું કશું જ નથી, તમારો પગાર જ ઓછો છે…
😜😅😝😂🤪🤣
મુંજાયેલા રમણીકને ગિરીશે ચિંતા નું
કારણ પૂછ્યું ?
રમણીક : મારી પત્ની બજારમાં ગઈ છે,
અને વરસાદ શરૂ થઈ ગયો છે.
ગિરીશ : એમાં મુંજાય છે શું, કોઈ સ્ટોરમાં
ઘુસી જશે.
રમણીક : એ જ તકલીફ છે ને એ
રૂપિયા લઈને નીકળી છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)