આજે તા.16ને રવિવારે સૂર્યની કર્ક સંક્રાંતિ છે. સૂર્ય દેવ મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં ગોચર કરે તે સમયને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્ય પૂજા કરી દાન આપવાનો મહિમા છે. લોકો આ દિવસે પુણ્યનું ભાથું બાંધે છે.
તેને ઘોર નામની કર્ક સંક્રાંતિ પણ કહેવાય છે. જેની દ્રષ્ટિ નૈઋત્ય તરફ હોય છે.
કર્ક સંક્રાંતિના દિવસે સૂર્યદેવ ધાબળો ઓઢીને છાગ વાહન પર ધ્યાન મુદ્રામાં રહેશે. કર્ક સંક્રાંતિ પર રાશિ અનુસાર દાન કરવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે. તેમજ ગ્રહ દોષો પણ દૂર થઈ શકે છે.
કર્ક સંક્રાંતિથી સૂર્ય દક્ષિણાયન રહેશે
કર્ક સંક્રાંતિથી સૂર્ય દેવ દક્ષિણાયન રહેશે. જેના કારણે દિવસ ટૂંકો થવા લાગશે. કર્ક રાશિથી ધન રાશિ સુધી સૂર્ય દક્ષિણાયન રહેશે. મકરસંક્રાંતિથી સૂર્ય ઉત્તરાયણ થઈ જશે. મકરથી લઈને મિથુન રાશિ સુધી સૂર્ય ઉત્તરાયણની સ્થિતિમાં રહેશે.
રાશિ મુજબ કયું દાન કરવું?
– મેષ રાશિના જાતકોએ ગોળ, તલ, અડદની દાળ, લાલ વસ્ત્ર, લાલ ફૂલ વગેરેનું દાન કરવું.
– વૃષભના જાતકોએ સફેદ વસ્ત્ર, ચોખા, દૂધ, ચાંદી વગેરેનું દાન કરવું
– મિથુન રાશિના જાતકોએ લીલા મગ, ચોખા, લીલા વસ્ત્રો, દહીં સહિતનું દાન કરવું.
– કર્કના જાતકોએ ચાંદી, સફેદ વસ્ત્રો, ચોખા, સફેદ તલ વગેરે દાન કરવું.
– સિંહ રાશિના જાતકોએ ઘઉં, ગોળ, તાંબુ, લાલ ચંદન, નારંગી અથવા લાલ કપડા સહિતની વસ્તુ દાન કરવી.
– કન્યાના જાતકોએ લીલાં વસ્ત્રો, કાંસાનાં વાસણ, લીલાં ફળો, લીલાં શાકભાજી વગેરે દાનમાં આપવું.
– તુલા રાશિના જાતકોએ સફેદ વસ્ત્રો, ખાંડ, અત્તર, ધાબળા સહિતની વસ્તુઓ દાન કરવી.
– વૃશ્ચિકના જાતકોએ લાલ વસ્ત્ર, ગોળ, તલ, મસૂર દાળ, લાલ મૂંગા વગેરે દાન કરવું જોઈએ.
– ધનના જાતકોએ પીળા વસ્ત્રો, હળદર, અડદની દાળ, પિત્તળ, સોના સહિતની વસ્તુનું દાન કરવું.
– મકર રાશિના જાતકોને કાળા તલ, ધાબળો, સરસિયું તેલ વગેરે દાનમાં આપવું.
– કુંભ રાશિના જાતકોએ કાળું કપડું, અડદ, કાળા તલ સહિતનું દાન કરવું જોઈએ.
– મીનના જાતકોને પીળા વસ્ત્રો, ચણાની દાળ, પિત્તળ, ધાર્મિક ગ્રંથ સહિતની વસ્તુઓનું દાન કરવું.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)