fbpx
Saturday, January 18, 2025

સોમવતી અમાસે શિવકૃપા સાથે પિતૃકૃપા મેળવો! આજે જ આ સરળ ઉપાય અજમાવો

સોમવતી અમાસનો દિવસ એ પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર છે. આ દિવસને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અષાઢ માસની અમાસને હરિયાળી અમાસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સોમવતી અમાસ, દિવાસાનો શુભ સંયોગ સર્જાયો છે. આજના દિવસે અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવે છે જેનાથી આપના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સોમવાર અમાસના દિવસે પિતૃઓની શાંતિ માટે પિંડદાન અને દાન-કર્મ કરવાનું ખૂબ વિશેષ મહત્વ જણાવાયું છે.

સોમવતી અમાસના દિવસે દાન અને સ્નાન કર્યા બાદ ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. સોમવતી અમાસનો દિવસે પિતૃકૃપા પ્રાપ્તિ અને તેમના મોક્ષ માટે ખૂબ જ ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાયો અજમાવીને આપ આપના પિતૃઓને પ્રસન્ન કરી શકો છો. તો ચાલે જાણીએ સોમવતી અમાસના દિવસ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના આ સરળ ઉપાયો વિશે.

પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાનો શુભ સંયોગ

  1. આ દિવસે સવારે વહેલા ઊઠીને કોઇ નદી કે જળાશય કે કોઇ કુંડમાં સ્નાન કરવું જોઇએ
  2. સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ.
  3. ત્યારબાદ પિતૃઓ માટે તર્પણ કાર્ય કરવું
  4. સોમવતી અમાસના દિવસે શિવપૂજા કરવી જોઇએ.
  5. ત્યારબાદ શિવ ગાયત્રી મંત્રની ઓછામાં ઓછી 10 માળા કરવી જોઇએ.
  6. આ જાપ આપ સવારે કે સાંજે દિવસ દરમ્યાન કોઇપણ સમયે કરી શકો છો.
  7. શિવ ગાયત્રી મંત્ર છે ‘ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત ‘
  8. આ દિવસે શિવજીના ગાયત્રી મંત્રના જાપ કરવાથી આપને શિવજીની કૃપાની પ્રાપ્તિ થાય છે
  9. આ દિવસે શિવજીના ગાયત્રી મંત્રના જાપ કરવાથી પિતૃકૃપાની પ્રાપ્તિ થાય છે. તેમજ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
  10. આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે ઉપવાસ કરવામાં આવે છે અને કોઇ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન દક્ષિણા આપવી જોઇએ.
  11. આ દિવસે પીપળો, વડ, કેળનું વૃક્ષ, લીંબુનં વૃક્ષ, તુલસીનું વૃક્ષારોપણ કરવું શુભ માનવામાં આવે છે. આ દરેક વૃક્ષોમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે.
  12. સોમવતી અમાસના દિવસે સ્નાન બાદ પીપળાના વૃક્ષની પૂજા કરીને તેની પૂજા કરવી જોઇએ. આ વૃક્ષ પર જનોઇ અર્પણ કરવી અને તેલનો દીવો પ્રજવલિત કરવો જોઇએ.
  13. આ દિવસે પીપળાના વૃક્ષની પરિક્રમા કરતા સમયે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ‘ મંત્રનો જાપ કરવો જોઇએ. પીપળાના વૃક્ષની 108 પરિક્રમા કરવી. આ ઉપાય કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે.
  14. આ દિવસે કોઇ નદી, તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પિતૃઓની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
  15. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવજીની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આ દિવસે ‘ૐ નમ: શિવાય’ મંત્રનો જાપ કરતા કરતાં મહાદેવને આંકડાના 21 પુષ્પ અર્પણ કરવા. બિલીપત્ર, દૂધ, દહીંથી શિવલિંગનો અભિષેક કરવો અને પિતૃદોષ નિવારણ માટે શિવજીને પ્રાર્થના કરવી.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles