fbpx
Saturday, January 18, 2025

ભોલેનાથના ભક્તોએ અવશ્ય કરવા જોઈએ આ 4 કામ, જીવનમાંથી તમામ કષ્ટ દૂર થશે.

હિંદુ ધર્મમાં અમાસનું ખાસ મહત્ત્વ છે. સોમવારના દિવસે જે અમાસ આવે તેને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. સોમવતી અમાસનું વિશેષ મહત્ત્વ છે. મહાદેવને સમર્પિત શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ સોમવતી અમાસનું વ્રત રાખવામાં આવશે. આ વર્ષે 17 જુલાઈના રોજ સોમવતી અમાસ છે.

માનવામાં આવે છે કે, જે ભક્તો સાચા મને ભગવાન શિવની આરાધના કરે છે, તેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે.

માનવામાં આવે છે કે, જે સુહાગણો સોમવતી અમાસનું વ્રત કરે છે, તેમને ભગવાન શિવ અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે. 17 જુલાઈના રોજ સોમવતી અમાસની સાથે સાથે સોમવારનું વ્રત પણ છે અને તે દિવસે હરિયાલી અમાસ પણ છે. આ કારણો આ દિવસનું મહત્ત્વ વધી જશે. અહીંયા અમે તમને કેટલાક એવા ચાર કામ જણાવી રહ્યા છીએ, જે કરવાથી તમારા તમામ કષ્ટ દૂર થઈ જશે.

સોમવતી અમાસ ઉપાય
પીપળાના ઝાડ પાસે દીવો કરો

સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડ પાસે દીવો કરવો તે શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવતા સમયે તેમાં લવિંગ નાખો. હવે પીપળાના ઝાડની પરિક્રમા કરો અને ऊँ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી પિતૃદોષ દૂર થાય છે.

ભગવાન શિવની પૂજા કરો
આ દિવસે વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરવી તે ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરતા સમયે બિલીપત્ર, દૂધ, દહીંથી શિવલિંગ પર અભિષેક કરો અને ओम नम: शिवाय મંત્રનો જાપ કરો.

શ્વાનને રોટલી ખવડાવો
સોમવતી અમાસના દિવસે શ્વાનને રોટલી ખવડાવી તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, કાળા શ્વાનને રોટલી ખવડાવવાથી બિમારીઓ દૂર થાય છે અને જીવન પર સારી અસર થાય છે.

માછલીને લોટની ગોળીઓ ખવડાવો
સોમવતી અમાસના દિવસે નદી અથવા તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles