હિંદુ ધર્મમાં અમાસનું વિશેષ મહત્ત્વ છે. આજે સોમવતી અમાસ છે. ધાર્મિક માન્યતા અનુસાર સોમવતી અમાસના દિવસે સ્નાન-દાન અને પૂજા પાઠ કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે સોમવતી અમાસના ત્રણ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
સોમવતી અમાસના દિવસે આ ત્રણ કામ કરવાથી રાહુ ગ્રહ પરેશાન કરતો નથી.
રાહુ સ્તોત્રના પાઠ
સોમવતી અમાસના દિવસે રાહિ સ્તોત્રના પાઠ કરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર સોમવતી અમાસના દિવસે રાહુ ખૂબ જ હાવી હોય છે. જેથી આ સ્તોત્રના પાઠ કરવાથી ખરાબ અસર નિયંત્રણમાં રહે છે, રાહુ દોષથી મુક્તિ મળે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
પીપળાના ઝાડ પાસે દીવો કરો
સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડ પાસે સરસિયાના તેલનો દીવો કરો. દીવામાં લવિંગ હોવું જરૂરી છે. આ પ્રકારે કરવાથી રાહુ દોષ ઓછો થાય છે.
શ્વાનને રોટલી ખવડાવો
સોમવતી અમાસના દિવસે શ્વાનને રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ. આ દિવસે કાળ શ્વાનને રોટલી ખવડાવવાથી બિમારી દૂર થાય છે. આ ઉપાય કરવાથી રાહુ શાંત થાય છે અને શુભ અસર થાય છે.
શુભ સંયોગનું નિર્માણ
પંચાંગ અનુસાર સોમવતી અમાસના દિવસે હર્ષણ યોગ, પુનર્વસુ નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે સવારે 07: 58 વાગ્યે હર્ષણ યોગ શરૂ થઈ ગયો છે અને આખો દિવસ પુનર્વસુ નક્ષત્ર રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગનું પણ નિર્માણ થશે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે વ્રત કરવામાં આવશે. આ શુભ યોગમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)