બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આજના દિવસે ગજાનની પૂજા કરવાથી બળ, બુદ્ધિ અને સંપન્નતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બુધવારે મંદિર જઈને ભગવાન ગણેશના દર્શન અને પૂજા જરૂરથી કરવી જોઈએ. ઉપરાંત કેટલાક વિશેષ ઉપાય અપનાવાથી પરેશાનીથી છુટકારો મળે છે.
બુધવાર ઉપાય
- પારિવારિક સંબંધોમાં નારાજગી દૂર કરવા માટે બુધવારે ભોજનમાંથી એક રોટલી અલગ રાખવી જોઈએ. આ રોટલીના ત્રણ ભાગ કરો, તેમાંથી એક હિસ્સો ગાયને, એક હિસ્સા કાગડાને અને એક હિસ્સો કૂતરાને ખવડાવો.
- લોકો તમારી વાતથી ઝડપથી પ્રભાવિત થાય તે માટે કિન્નરને બે હાથથી પ્રણામ કરો અને તેમને લીલા કપડા ભેટ તરીકે આપો.
- તંદુરસ્ત રહેવા માટે માઁ દુર્ગાના મંત્ર ‘जयंती मङ्गला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते॥’ નો 108 વાર જાપ કરો.
- જીવનની ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સવારે સ્નાન કર્યા પછી નાગકેસરના ઝાડ અથવા છોડને પ્રણામ કરો અને તેના પર જળ અર્પણ કરો. નાગકેસરનું ઝાડ ના હોય તો નાગકેસરના ફોટોના ઓનલાઈન કર્યો, આ ઝાડ પર ફૂલ જરૂરથી હોવા જોઈએ.
- તમારો બાળક બિઝનેસ કરવા માંગે છે, પરંતુ વિશેની યોગ્ય સમજ નથી? બિઝનેસ વિશેની સમજ ડેવલપ થાય તે માટે સાફ અને શુદ્ધ માટી લો અને પાણીની મદદથી તે માટી એકદમ રગડા જેવી બનાવો. હવે તે માટીથી 27 નાની નાની ગોળીઓ બનાવો અને તેને સુકવી દો. હવે સતત 27 દિવસ સુધી તમારા બાળકના હાથે તે ગોળીઓ કોઈ મંદિરમાં મુકાવો.
- સારા નરસાની ખબર નથી પડી રહી અને વિવેક નથી રહ્યો તો, માઁ દુર્ગાના મંત્ર ‘सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्य त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते।।’ નો જાપ કરો.
- તમારી બહેનો સાથેના સંબંધમાં ખટાશ આવી છે, તો તે સંબંધ સુધારવા આ ઉપાય કરો. પીળા રંગની 5 કોડીઓ લો, હવે તે કોડીઓ એકસાથે સળગાવી દો. તે કોળીઓની રાખને એકાંત સ્થાન પર મુકી આવો.
- જીવનમાં પ્રગતિ મેળવવા માટે તાંબાનો નાનો ચોરસ ટુકડો લો. હવે તે ટુકડામાં વચ્ચે એક કાણું પડો અને તેમાં સફેદ રંગનો દોરો નાખીને તે ગળામાં પહેરી લો.
- ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તે માટે આજના દિવસે નાગકેસરનું સૂકુ ફૂલ લો અને તે મંદિરમાં રાખો. તે ફૂલની વિધિપૂર્વક પૂજા અને મંત્ર જાપ ‘या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥’ કરો. પૂજા કર્યા પછી તે ફૂલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો.
- બિઝનેસ વિસ્તારિત કરવા માટે આજના દિવસે મગ લો અને તે માઁ દુર્ગાના મંદિરમાં મુકો. હવે તે મગમાંથી અડધા મગ ઘરે લઈ આવો અને તે તમારી તિજોરીમાં મુકી દો. 27 દિવસ સુધી આ મગ આ પ્રકારે જ રાખો ને 27મા દિવસે તે મગનો ઉપયોગ કરી શકો છો.
- તમારા કામમાં સતત પરેશાની આવી રહી છે, તો તમારા વજનના દસમા ભાગનું લીલુ ઘાસ ગૌશાળામાં દાન કરો.
- જીવનમાં સુગમતા જાળવી રાખવા માટે આજના દિવસે માઁ દેવીના મંત્ર ‘देहि सौभाग्यं आरोग्यं देहि में परमं सुखम्। रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि॥’ નો પાંચ વાર જાપ કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)