fbpx
Saturday, January 18, 2025

સિંહ રાશિમાં શુક્ર-મંગળ-ચંદ્રનો ત્રિગ્રહી યોગ રચાયો, આ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી

આપણાં જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું ખૂબ મહત્વ છે. સમય-સમયે દરેક ગ્રહો રાશિ પરિવર્તન કરતા હોય છે. તેમના રાશિ પરિવર્તનને કારણે જ આપણને વિવિધ પરિણામો મળતા હોય છે. આજે એટલે કે 21 જુલાઈની વાત કરીએ તો હાલ સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ રચાયો છે. મંગળ અને શુક્ર પહેલાથી જ આ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને હવે 20 જુલાઈએ ચંદ્ર દેવ આ રાશિમાં પ્રવેશ્યા છે.

ચંદ્ર દેવ 2 દિવસ સુધી એક રાશિમાં રહે છે. તેથી 2 દિવસ સુધી ત્રિગ્રહી યોગ રચાયો છે.

ચંદ્ર અને મંગળ લક્ષ્‍મી યોગનું નિર્માણ કરે છે, ચંદ્ર અને શુક્રની યુતિ પણ શુભ માનવામાં આવે છે. આ યોગથી અમુક રાશિના જાતકોને ખૂબ શુભ મળશે, જે રાશિઓ નીચે પ્રમાણે છે.

મેષ રાશિ
સિંહ રાશિમાં હાજર શુક્ર, મંગળ અને ચંદ્રથી બનેલો ત્રિગ્રહી યોગ મેષ રાશિને વિશેષ લાભ આપી શકે છે. આ રાશિના લોકોને ત્રિગ્રહી યોગથી અચાનક પ્રગતિ અને નાણાંકીય લાભ મળી શકે છે. કરિયરમાં નવા રસ્તાઓ ખુલી શકે છે. નોકરીયાત લોકોને બીજી જગ્યાએથી સારી ઓફર મળી શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. જેઓ કોઈપણ વ્યવસાયમાં છે તેઓને મોટો ઓર્ડર મળી શકે છે. તમારા દ્વારા બનાવેલી યોજનાઓ સફળ થઈ શકે છે. તમને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ મામલામાં તમને મોટો સોદો મળી શકે છે. કોર્ટમાં ચાલી રહેલી કોઈપણ કાનૂની બાબત તમારા પક્ષમાં આવી શકે છે.

સિંહ રાશિ
તમારી રાશિમાં ચંદ્ર, મંગળ અને શુક્રના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, તમને ભાગ્યનો સારો સાથ મળશે, જેના કારણે તમારા બધા અધૂરા કાર્યો જલ્દી પૂર્ણ થશે. નાણાંકીય લાભની તકો વધશે. નોકરીયાત લોકોને નોકરીમાં પ્રમોશન અથવા કોઈ નવી નોકરીની ઓફર મળી શકે છે. ઘરના કોઈપણ સભ્યો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles