fbpx
Sunday, January 19, 2025

આજે શનિવારે કરો આ ઉપાય, દુઃખ દૂર થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે

હિન્દુ શાસ્ત્રમાં દરેક વાર કોઈ દેવને સમર્પિત હોય છે. આજે તારીખ 22-07-2023 શનિવાર છે, આ વાર શનિદેવના આધિપત્યમાં આવે છે. તેથી આજે શનિદેવની ઉપાસના કરવી ઉત્તમ ફળદાયી બને છે. દરરોજ કરતા આજે કરેલી શનિદેવની પૂજા તમને 2 ગણુ વધુ ફળ આપે છે. શનિદેવ કર્મના કારક ગ્રહ છે, તેમને રિઝવવા એટલા પણ સરળ નથી. સાચી નિષ્ઠા અને પવિત્ર હૃદયથી શનિદેવની પૂજા કરો તો જ સફળ થાય છે.

અહીં અમે તમને કેટલાક ઉપાયો જણાવી રહ્યા છે કે જેને અનુસરવાથી શનિદેવ ચોક્કસથી તમારા પર રાજી થશે.

  • ‘ઓમ શં શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરો.
  • શનિવારના દિવસે તેલથી બનેલ કોઈ પણ પદાર્થ ભિખારીઓને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
  • સાંજે તમારા ઘરમાં ગૂગલનો ધૂપ કરો.
  • જરુરિયાતમંદોને કાળા અડદનું દાન કરો.
  • કાળા અડદને નદીમાં અર્પણ કરો.
  • શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે.
  • શનિવારની રાત્રે રક્તચંદન વડે ભોજપત્ર પર ‘ઓમ હ્વીં’ લખીને દરરોજ તેની પૂજા કરવાથી અપાર જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.
  • શનિવારે કાળા કૂતરાને રોટલી, કાળી ગાય અને કાળી પક્ષીને અનાજ અર્પિત કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles