નવુ ઘર બનાવતા સમયે વાસ્તુ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રોમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય પ્રવેશદ્વારને બને તેટલો મજબૂત અને સુંદર બનાવવા પર ભાર મૂકવાને બદલે તેને વાસ્તુપદને અનુરૂપ બનાવવા પર વધુ ભાર મૂકવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો દ્વારની સ્થિતિ યોગ્ય હોય તો ઘણી બધી ખામીઓ આપોઆપ દૂર થઈ જાય છે અને સુખ-સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, ધન અને કીર્તિમાં વધારો થાય છે.
વાસ્તુ અનુસાર ઘરમાં પોઝિટિવિટી લાવવા માટે રંગ, ફોર્મેટ, આકાર અને દિશા માટે સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં ઘરના આંગણા વિશે પણ જણાવવામાં આવ્યું છે. આજકાલ ફ્લેટ્સમાં રહેવાનું ચલણ વધી રહ્યું છે અને ફ્લેટ્સમાં આંગણુ હોતું નથી, પરંતુ બાલ્કની હોય છે. ગામડાઓમાં હજુ પણ આંગણ રાખવાનું ચલણ છે, જ્યાં સૂર્ય પ્રકાશ આવતો હોય અને ત્યાં બાળકો રમી શકે.
- ઘરમાં અંદર પ્રવેશતા જ ચોક હોય છે, પરંતુ અનેક લોકોના ઘરમાં જગ્યાની કમી હોવાને કારણે ઘરના એક ભાગમાં આંગણું હોય છે. જે માટે ઘરની પૂર્વ દિશાની પસંદગી કરવી જોઈએ. આ દિશામાં આંગણુ બનાવવાથી સૂર્ય પ્રકાશ આવે છે.
- ઘરની વચ્ચો વચ્ચ આંગણુ અથવા ઘરના રૂમ તથા બાકી જગ્યાની ચારે બાજુ આંગણુ બનાવી શકો છો. ત્યાં સૂર્ય પ્રકાશ યોગ્ય રીતે આવે તે જરૂરી છે.
- ઘરના આંગણાના દેવતા બ્રહ્માજી છે. આ કારણોસર ઘરના આંગણામાં કોઈ ખાડો અથવા કીચડ ના હોવો જોઈએ, જે અશુભ માનવામાં આવે છે. ઘરની સામે પણ કોઈ ખાડો અથવા કીચડ ના હોવો જોઈએ.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના આંગણામાં અથવા ઘરની સામે થાંભલો અથવા મોટુ ઝાડ ના હોવું જોઈએ. તેના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)