ઑફિસનો મેનેજર : આ ટેબલ પરની
ધૂળ તો જુઓ !
જાણે પંદર દિવસથી એને
સાફ જ કર્યું નથી.
કામવાળી : સાહેબ,
એમાં મારો વાંક કાઢશો નહિ.
હું તો આઠ દિવસથી જ અહીં આવી છું.
😜😅😝😂🤪🤣
માલિક : આ કામ માટે અમારે એક
જવાબદાર વ્યક્તિની જરૂર છે.
ઉમેદવાર : તો તો હું એને માટે બરાબર છું,
અગાઉ નોકરીમાં જયારે જયારે કંઈ
ખોટું થતું ત્યારે ત્યારે મને જ
એને માટે જવાબદાર ઠેરવવામાં આવતો.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)