સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભોલેનાથ ખૂબ જ ભોળા છે અને ભક્તો પર સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેમનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પુરાણો અનુસાર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે.
આવો જાણીએ તે ઉપાયો વિશે.
સોમવારના દિવસે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ પછી તેના પર ચંદન અને ભભૂત ચઢાવો, ત્યારબાદ શિવલિંગ પર બિલિપત્ર, ધતુરા અને શમીર ચઢાવો. આમ કરવાથી શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
સોમવારે રુદ્રાભિષેક કરવો પણ ખૂબ જ શુભ છે. શિવનો રુદ્રાભિષેક અલગ-અલગ વસ્તુઓથી અલગ-અલગ ઈચ્છાઓ માટે કરવામાં આવે છે.
એવી માન્યતા છે કે શિવલિંગને ઘીથી અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે. બીજી તરફ ગંગાજળથી અભિષેક કરવાથી દુ:ખ અને પાપોમાંથી મુક્તિ મળે છે.
જો આર્થિક સ્થિતિ સુધારવાની જરૂર હોય તો સોમવારે શિવલિંગ પર શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ. તેનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
સોમવારે શિવ મંદિરમાં દીવો દાન કરવાથી પણ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે કાચા ચોખામાં કાળા તલ ભેળવીને તેનું દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)