ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તનથી તમામ રાશિના જાતકોના જીવન પર અસર જોવા મળે છે. એવી જ રીતે સૂર્યની રાશિમાં ત્રણ ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગ ઘણો દુર્લભ માનવામાં આવે છે. એનો પ્રભાવ વ્યક્તિના જીવન સાથે સાથે વ્યક્તિ પર પણ પડે છે. જણાવી દઈએ કે 25 જુલાઈ 2023ના રોજ સિંહ રાશિમાં મંગળ, શુક્ર અને બુધ ગ્રહની યુતિ બની રહી છે.તો ચાલો જાણીએ આ યોગના નિર્માણથી કઈ રાશિના જાતકોને લાભ થશે.
મેષ: આ રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિમાં આ ગ્રહોનો સંયોગ પાંચમા ભાવમાં થયો છે. આવી સ્થિતિમાં જાતકોને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. સમાજમાં માન-સન્માન વધશે. ભાગ્યનો પૂરો સાથ મળવાની સાથે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ધંધામાં પણ નફો મળવાની પુરી શક્યતાઓ છે.
વૃષભ: આ રાશિમાં મંગળ, શુક્ર અને બુધ ચોથા ભાવમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં લોકોના જીવનમાં ખુશીઓ જ આવશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે. વ્યવસાયમાં પણ અપાર સફળતા મળવાની પૂરી સંભાવના છે.
મિથુન: આ રાશિમાં ત્રીજા ભાવમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોને નોકરી, વ્યવસાયમાં અપાર સફળતા મળી શકે છે અને નાણાકીય લાભ મળી શકે છે. તમે સખત મહેનતનું સંપૂર્ણ પરિણામ મેળવી શકો છો. જો તમે ક્યાંક રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો નાણાકીય લાભ મેળવવાની દરેક સંભાવના દેખાઈ રહી છે. તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.
સિંહ: આ રાશિના પહેલા ઘરમાં જ ગ્રહોના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોને લાભ જ લાભ મળી શકે છે. કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે. આર્થિક લાભ મળવાની પણ શક્યતા છે.
તુલા: આ રાશિમાં ત્રિગ્રહી યોગ અગિયારમાં ઘરમાં બની રહ્યો છે. એવામાં ધન યોગનું નિર્માણ થઇ રહ્યું છે. એવામાં સમાજમાં માન-પ્રતિષ્ઠા સાથે ધન લાભ થઇ શકે છે. સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. વિદેશ જવાનો મોકો મળી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)