વાસ્તુશાસ્ત્રનું હિન્દુ ધર્મ અનુસાર મનુષ્યના જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે અને દરેક નાની મોટી બાબતો ઉપર વાસ્તુશાસ્ત્ર પ્રભાવ પાડતું હોય છે. વાસ્તુદોષ એ જીવનમાં પરેશાની અને સંકટોનું મુખ્ય કારણ હોવાનું પણ ધાર્મિક ગ્રંથોમાં માનવામાં આવે છે.
જેમાં રોજની દિનચર્યા સાથે પણ નાતો છે. જો આવું કરવામાં ન આવે તો અનેક સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. ઉપરાંત મા લક્ષ્મી ગુસ્સે થઈ જવાથી આર્થિક કટોકટીનો પણ સામનો કરવો પડે તેવી નોબત આવી શકે છે.
સૂર્યોદય સમયે ઊંઘમાંથી ઉઠી જવું શુભ
ધાર્મિક ગ્રંથોની માન્યતા અનુસાર સૂર્યોદય સમયે અથવા તે પહેલા ઊંઘમાંથી ઉઠી જવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સૂર્યોદય પછી ઉઠવામાં આવે તો દરિદ્રતા આવે તેવી પણ માન્યતા છે.
ઘરમાં પાણીનું ટપકવુ અશુભ
માન્યતા અનુસાર ઘરમાં નળ વાટે પાણી ટપકતું હોય તો તે અશુભ માનવામાં આવે છે જો આવું થતું હોય તો આર્થિક કટોકટી ઊભી થવાની પૂરેપૂરી શક્યતા રહે છે.
ત્યારે વાળ કાપવા આશુભ
ગુરૂવાર અને એકાદશીના દિવસે વાળ તથા નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે ગુરુવારે અને અકાદશીના દિવસે વાળા અને નખ કાપવામાં આવે તો માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને આર્થિક સંકટ ઉભો થાય છે.
- ઘરની અંદર ખરાબ એટલે કે ભંગાર ઇલેક્ટ્રિક સામાન્યનો સંગ્રહ કરી રાખો પણ અશુભ માનવામાં આવે છે અને તેનાથી પણ ધનની નુકસાનીની શક્યતાઓ જોવા મળે છે.
- સૂર્યાસ્ત બાદ દૂધ દહીં તથા પૈસા આપવા અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની લક્ષ્મી ચાલી જવાની પણ માન્યતા છે.
- તે જ રીતે ઘરમાં તૂટેલી ચપ્પલ પણ અશુભ માનવામાં આવે છે. વધુમાં ઘરમાં ખરાબ કપડાં પણ રાખવા ન જોઈએ જેનાથી મા લક્ષ્મી નારાજ થાય તેવી માન્યતા છે.
- એ જ રીતે ધનની દેવી મા લક્ષ્મીને સાફસફાઈ ખૂબ જ પ્રિય છે. જેથી જે ઘરે ધૂળ હશે. ત્યાં માતાજીની કૃપા વરસતી બંધ થઇ શકે છે.
- હિન્દૂ માન્યતા અનુસાર ઘરમાં પૂજાપાઠનું ખૂબ જ મહત્વ હોય છે. આવું ન કરવાથી તમે દરિદ્ર થવાના ચાન્સ વધે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)