હિંદુ ધર્મમાં તમામ દિવસો અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે. શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત છે. માનવામાં આવે છે કે, આ દિવસે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
લક્ષ્મી માતાને ધનના દેવી માનવામાં આવે છે. લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. શુક્રવારે લક્ષ્મી માતાને તેમની પસંદગીની વસ્તુ અર્પણ કરવી જોઈએ. અહીંયા અમે તમને શુક્રવારના ઉપાય વિશે જણાવી રહ્યા છીએ.
સફેદ વસ્તુનું દાન કરો-
માન્યતા અનુસાર લક્ષ્મી માતાને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે. શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. માનવામાં આવે છે કે, સફેદ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ કારણોસર શુક્રવારે ખાંડ, સફેદ કપડા, કપૂર, દૂધ, દહીંનું દાન કરવું જોઈએ.
મંત્ર જાપ કરો-
શુક્રવારે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ. શુક્રવારે ‘ओम शुम शुक्राय नमः’ या ‘ॐ हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम् सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं’ મંત્રનો જાપ કરવો જોઈએ.
શૃંગારની વસ્તુઓનું દાન કરો-
શુક્રવારે લક્ષ્મી માતાને શૃંગારની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે પૂજા કરવા દરમિયાન લક્ષ્મી માતાના મંદિરમાં લાલ કપડા, બંગડી, સિંદૂર, બિંદી અને ચુંદડી અર્પણ કરવી જોઈએ. માન્યતા અનુસાર શંખ અને ઘંટમાં લક્ષ્મી માતાનો વાસ રહેલો છે. આ કારણોસર પૂજા દરમિયાન શંખ અને ઘંટનો ઉપયોગ કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે.
લક્ષ્મી સ્તોત્રના પાઠ કરો-
શુક્રવારના દિવસે લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા જોઈએ. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ઈંદ્રદેવે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી સ્તોત્રના પાઠ કર્યા હતા. આ કારણોસર દર શુક્રવારે તમામ ભક્તોએ લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા જોઈએ.
શ્રી યંત્રની પૂજા કરો-
શુક્રવારના દિવસે વિધિ અનુસાર શ્રીયંત્રની પૂજા કરવી તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. આ કારણોસર શુક્રવારે શ્રી યંત્ર અને લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ અને શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ. સવાર સાંજ લક્ષ્મીજીને ઘીનો દીવો કરવો જોઈએ, જેથી નાણાંકીય સંકટ દૂર થાય છે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)