વાસ્તુ શાસ્ત્રમાં ફૂલ છોડનું વિશેષ મહત્ત્વ છે. છોડ અને ઝાડનો ગ્રહ સાથે સંબંધ હોય છે. આ કારણોસર ગ્રહોની શુભ અને અશુભ સરને ઓછી કરવા માટે છોડ લગાવવામાં આવે છે. ફૂલ છોડ સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે, પરંતુ તે યોગ્ય દિશામાં લગાવવા ખૂબ જ જરૂરી છે.
ફૂલ છોડ યોગ્ય દિશામાં લગાવવામાં ના આવે તો જીવનમાં દરિદ્રતા આવે છે. ઉપરાંત માઁ લક્ષ્મી અને વાસ્તુ દેવતા નારાજ થાય છે. તુલસી દક્ષિણ દિશામાં લગાવવાથી યોગ્ય રીતે ઊગતી નથી અને ઘરમાં દરિદ્રતા આવે છે. કયો છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
શમીનો છોડ
વાસ્તુ અનુસાર શમીનો છોડ દક્ષિણ દિશામાં લગાવવો તે અશુભ માનવામાં આવે છે. શમીના છોડનો શનિ ગ્રહ સાથે સંબંધ છે. શમીનો છોડ પૂર્વ દિશા અથવા ઈશાન ખૂણામાં લગાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી શનિદેવ અને વાસ્તુદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે.
મની પ્લાન્ટ
મની પ્લાન્ટનો સંબંધ પૈસા સાથે હોવાનું માનવામા આવે છે. આ કારણોસર આ છોડ દક્ષિણ દિશામાં લગાવવામાં આવે તો નાણાંકીય નુકસાન થાય છે. આ કારણોસર મની પ્લાન્ટ પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી માઁ લક્ષ્મી અને વાસ્તુ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
કેળનો છોડ
વાસ્તુ અનુસાર કેળાનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે હોય છે. આ કારણોસર ગુરુવારના દિવસે કેળના ઝાડની પૂજા કરવામાં આવે છે. જેથી કેળનો છોડ ઘરમાં ના લગાવવો જોઈએ. આ છોડની ઘરની બહાર, બાલ્કનીમાં ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવી શકાય છે. આ છોડ ભૂલથી પણ દક્ષિણ દિશામાં ના લગાવવો જોઈએ. દક્ષિણ દિશામાં કેળનો છોડ લગાવવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)