જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના એક રાશિમાંથી નીકળી બીજી રાશિમાં પ્રવેશ કરવું સામાન્ય પ્રક્રિયા છે. દરેક ગ્રહ દરેક રાશિમાં એક નિશ્ચિત સમય અંતરાલ પર ગોચર કરે છે. જેની સકારત્મક અને નકારાત્મક અસર ન માત્ર 12 રાશિઓ પર પરંતુ ધરતી પર પણ એની અસર જોવા મળે છે. એ ઉપરાંત આ વર્ષે 17 ઓગસ્ટ 2023ના રોજ ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. શુક્ર, ચંદ્ર, મંગળ અને બુધની યુતિથી ચતુર્ગ્રહી યોગ બની રહી રહ્યો છે.
વૃષભ
ચતુર્ગ્રહી યોગથી વૃષભ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. વૃષભ રાશિની કુંડળીમાં આ યોગ ચોથા ભાવમાં બનવા જઈ રહ્યો છે. જેના કારણે તમારા શારીરિક આરામમાં વધારો થશે. તમે વાહન અથવા મકાન ખરીદવાનું મન બનાવી શકો છો. ઘરમાં ચાલી રહેલા જૂના વિવાદો ખતમ થઈ જશે, જે લોકો પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ, ઈવેન્ટ મેનેજમેન્ટ અને મીડિયા સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
મિથુન
વૈદિક જ્યોતિષ અનુસાર મિથુન રાશિના લોકો માટે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિથુન રાશિના જાતકોની કુંડળીના ત્રીજા ઘરમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. જેના કારણે તેમની હિંમત અને બહાદુરીમાં વધારો થશે. જો વિદેશથી સંબંધિત બિઝનેસ છે, તો તમે ઘણો નફો કમાઈ શકો છો. બહેન અને ભાઈનો પૂરો સહયોગ મળશે, વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે.
ધન
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચતુર્ગ્રહી યોગ જે લોકોની રાશિ ધન છે તેમના માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ધન રાશિના જાતકોની કુંડળીમાં નવમા ભાવમાં આ યોગ બની રહ્યો છે. તેથી તે તમારા ભાગ્ય તરફ સંકેત કરે છે. આ સમય દરમિયાન તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે, તમે વ્યવસાયના સંબંધમાં સફળતાપૂર્વક મુસાફરી કરી શકો છો. પરિવારમાં માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)