બુધવારનો દિવસ ગણપતિજીને સમર્પિત છે, આ દિવસે બને તેટલી ગણપતિજીની ઉપાસના કરવી જોઈએ. ગણેશની સાથે આ દિવસ બુધ ગ્રહ સાથે પણ સંબંધિત છે. બુધ દેવને પણ આ દિવસે પ્રસન્ન કરી શકો છો. બુધવારને ઉત્તમ કામ કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ સાથે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
તો ચાલો જાણીએ બુધવારના ઉપાયો.
બુધ ગ્રહને મજબૂત કરવાની રીતો
જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તમારી સાથે લીલો રૂમાલ રાખો. તેમજ બુધવારે લીલા મગની દાળ અથવા લીલા કપડાનું દાન જરૂરતમંદોને કરો. આ દિવસે લીલા વસ્ત્રો પહેરવા પણ શુભ છે.
ગાયને ઘાસ ખવડાવો
ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. બુધવારે ગાયને ઘાસ ખવડાવવાથી ગણપતિ અને બુધ ગ્રહ રાજી થઈ આશિર્વાદ આપે છે.
ભગવાન ગણેશને મોદક અર્પણ કરો
ગણેશજીને મોદક ખૂબ પ્રિય છે. જો તમે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો બુધવારે ગણેશજીની પૂજા દરમિયાન તેમને મોદક ચઢાવો.
ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરો
બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવવાથી લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)