હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર શનિ દેવ કર્મફળ દાતા માનવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુરૂપ ફળ આપે છે. જે વ્યક્તિ સારા કર્મ કરે છે. શનિદેવ તેને પોતાનો આશીર્વાદ આપે છે. ખરાબ કર્મ કરનારા લોકોને શનિદેવ દંડ આપે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવના વિષયમાં વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માન્યતા છે કે, શનિદેવની વક્રી દ્રષ્ટિ જે વ્યક્તિ પર પડે તેનો સર્વનાશ થઇ શકે છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિઓ એવી પણ છે, જેના પર શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહે છે.
માન્યતા અનુસાર આ રાશિના લોકો શનિદેવના આશીર્વાદથી જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે.
વૃષભ રાશિ: વૃષભ રાશિ પર શનિદેવની વિશેષ કૃપા હોવાનું માનવામાં આવે છે. આ રાશિના સ્વામી શુક્ર શનિદેવના મિત્ર ગ્રહ છે. તેથી શનિદેવ આ રાશિના લોકોને ક્યારેય નુકસાન નથી પહોંચાડતા. વૃષભ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ વધુ સમય સુધી નથી રહેતો.
કર્ક રાશિ: કર્ક રાશિ પણ શનિદેવની પ્રિય રાશિઓમાંથી એક છે. કર્ક રાશિના જાતકો પર શનિની વક્ર દ્રષ્ટિનો દુષ્પ્રભાવ નથી પડતો. કર્ક રાશિના લોકોને શનિદેવ સુખ સમૃદ્ધિ આપે છે. શનિદેવની કૃપાથી કર્ક રાશિના લોકો રાત-દિવસ પ્રગતિ કરે છે.
તુલા રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવની પ્રિય રાશિઓમાં તુલા રાશિ સૌથી પહેલા આવે છએ. તુલા રાશિને શનિદેવની ઉચ્ચ રાશિ પણ કહેવામાં આવે છે. તુલા રાશિના જાતકો પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. આ જ કારણે જો તુલા રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલીઓ આવે તો તેમણે લાંબા સમય સુધી તેની સામે ઝઝૂમવુ નથી પડતું.
મકર રાશિ: મકર રાશિને પણ શનિદેવની પ્રિય રાશિઓમાંથી એક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવનો અશુભ પ્રભાવ મકર રાશિના જાતકો પર નથી પડતો. શનિદેવ મકર રાશિના સ્વામી માનવામાં આવે છે. તેથી જ્યારે શનિદેવ કુંડળીમાં શુભ સ્થાન પર હોય છે. તો આ રાશિના જાતકોને લગભગ તમામ ક્ષેત્રોમાં સફળતા મળે છે.
કુંભ રાશિ: કુંભ રાશિ પણ શનિદેવની પ્રિય રાશિમાંથી એક છે. કુંભ રાશિના જાતકો પર પણ શનિદેવની શુભ દ્રષ્ટિ હંમેશા રહે છે. કુંભ રાશિના જાતકોને પોતાના કાર્યોમાં હંમેશા સફળતા મળે છે. શનિદેવની કૃપાથી કુંભ રાશિના જાતકોને ધનલાભ પણ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)