અધિક માસ દર ત્રણ વર્ષે એક વખત આવે છે, જેનાં કારણે આ મહિનામાં પડતી અગિયારસ, સંકષ્ટી ચતુર્થી જેવાં વ્રત પણ ત્રણ વર્ષે એક વખત આવતા હોય છે. જેનાં કારણે આ વ્રતોનું મહાત્મય 4 ગણુ વધી જાય છે. 4 ઓગસ્ટે વિભુવન સંકષ્ટી ચતુર્થી આવી રહી છે. જેમાં ગણપતિજીની ઉપાસના કરવાથી જીવનની દરેક સમસ્યામાંથી ધીમે ધીમે છૂટકારો મળે છે.
આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી તમને અવશ્ય લાભ મળશે.
શિધ્ર લગ્ન માટે
જો તમે લગ્ન કરવા માટેની યોગ્ય ઉંમર ધરાવો છો, પરંતુ લગ્નમાં વારંવાર અવરોધો આવે છે, તો વિભુવન સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ગોળ અને દુર્વાની 21 ગોળી અર્પણ કરો. આનાથી વહેલા લગ્ન થાય છે.
વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ
વ્યવસાયમાં પ્રગતિ અથવા નોકરીમાં પ્રમોશન માટે, વિભુવન સંકષ્ટી ચતુર્થી પર વિધ્નહર્તા ગણેશની મૂર્તિ તમારા ઘરે લાવો. ત્યારબાદ તેમની પૂજા કરો અને ગણેશજીને 5 નંગ આખી હળદર અર્પણ કરો. આમ કરવાથી પ્રમોશનની સંભાવના જલ્દી બને છે.
ઘરમાં સકારાત્મક ઉર્જા માટે
વિભુવન સંકષ્ટી ચતુર્થીના દિવસે ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો. કારણ કે ગણેશ યંત્ર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આર્થિક સમસ્યાથી છૂટકારો
જો તમે પૈસાની સમસ્યાથી પરેશાન છો તો વિભુવન સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ-વિધાનથી કરો. ભોગ તરીકે ગોળ અને ઘી ચઢાવો, પછી તે ભોગ ગાયને ખવડાવો. આ કારણે નાણાંકીય લાભ મળવાની શક્યતાઓ ઉભી થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)