શ્રાવણ અધિક માસની અમાવસ્યા તિથિને અધિક માસ અમાવસ્યા તરીકે ઉજવાશે. આ અમાવસ્યા દર 3 વર્ષમાં એકવાર આવે છે. અમાવસ્યા પર પિતૃઓને ખુશ કરવા માટે તર્પણ, પિંડદાન વગેરે ઉપાય કરે છે. તેનાથી નારાજ પિતૃઓ પ્રસન્ન થાય છે. આ વર્ષે અધિક માસ અમાવસ્યા ક્યારે છે અને પિતૃ દોષ ઉપાયનો સમય કયો હશે? ચાલો જાણીએ.
શ્રાવણ અધિક માસની અમાવસ્યા તિથિને અધિક માસ અમાવસ્યા તરીકે ઉજવાશે.
આ અમાવસ્યા દર 3 વર્ષમાં એકવાર આવે છે. અમાવસ્યા પર પિતૃઓને ખુશ કરવા માટે તર્પણ, પિંડદાન વગેરે ઉપાય કરે છે. તેનાથી નારાજ પિતૃઓ પ્રસન્ન થાય છે. આ વર્ષે અધિક માસ અમાવસ્યા ક્યારે છે અને પિતૃ દોષ ઉપાયનો સમય કયો હશે? તેના વિશે કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ જણાવી રહ્યાં છે.
અધિક માસ અમાવસ્યા 2023 તિથિ
હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રાવણ અધિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 15 ઓગસ્ટ, મંગળવારના રોજ બપોરે 12 વાગીને 42 મિનિટે શરૂ થઇ રહી છે. આ તિથિ બીજા દિવસે 16 ઓગસ્ટ બુધવારે બપોરે 03 વાગે 07 મિનિટ સુધી માન્ય રહેશે. તેવામાં ઉદયાતિથિના આધારે અધિક માસ અમાવસ્યા 16 ઓગસ્ટ બુધવારે છે.
અધિક માસ અમાવસ્યા 2023 સ્નાન-દાન મુહૂર્ત
16 ઓગસ્ટે અધિકમાસ અમાવસ્યાના સ્નાન અને દાનનો સમય સવારથી પ્રારંભ થઇ રહ્યો છે. તે દિવસે તમે સવારે 05 વાગીને 51 મિનિટથી સવારે 09 વાગીને 08 મિનિટ સુધી સ્નાન અને દાન કરી શકો છો. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 04 વાગીને 24 મિનિટથી સવારના 05 વાગીને 07 મિનિટ સુધી છે. સવારે 10 વાગીને 47 મિનિટથી બપોરના 12 વાગીને 25 મિનિટ સુધી શુભ ઉત્તમ મુહૂર્ત છે.
અધિક માસ અમાવસ્યા 2023 પિતૃઓના તર્પણનો સમય
16 ઓગસ્ટે અધિક માસ અમાવસ્યા પર તમે પિતૃઓ માટે તર્પણ સ્નાન બાદ કરી શકો છો. સ્નાન બાદ આંગળીમાં કુશની પવિત્રી પહેરીને જળ અને કાળા તલથી પિતૃઓનું તર્પણ કરો. કહેવામાં આવે છે કે અમાવસ્યા પર તર્પણ કરવાથી તે જળ પિતૃઓને પ્રાપ્ત થાય છે અને તે તેને મેળવીને તૃપ્ત થાય છે કારણ કે પિતૃ લોકમાં જળની કમી હોય છે. જળ તર્પણથી પણ પિતૃ દોષ દૂર થાય છે.
અધિક માસ અમાવસ્યા 2023 પિતૃ દોષ ઉપાય સમય
અધિક માસ અમાવસ્યા પર પિતૃ દોષથી મુક્તિ માટે પિંડદાન, શ્રાદ્ધ કર્મ, બ્રાહ્મણ ભોજ, દાન, પંચબલિ કર્મ વગેરે કરવામાં આવે છે. આ પિતૃ દોષના ઉપાયોને તમારે અધિક માસ અમાવસ્યાના દિવસે સવારે 11 વાગીને 30 મિનિટથી બપોરે 2 વાગીને 30 મિનિટની વચ્ચે કરી લેવા જોઇએ.
અધિક માસ અમાવસ્યા 2023 શિવવાસ
અધિક માસ અમાવસ્યા પર શિવવાસ ગૌરી સાથે છે. આ દિવસે શિવવાસ સવારથી લઇને બપોરે 03 વાગીને 07 મિનિટ સુધી છે. તેવામાં તમે આ દિવસે સવારથી બપોરે 03 વાગીને 07 મિનટિ સુધી રુદ્રાભિષેક કરી શકો છો.
અમાવસ્યાનું મહત્વ
અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવા, તેના મૂળને જળ અર્પિત કરવુ અને ત્યાં દીવો પ્રગટાવવાથી પિતૃ અને દેવગણ પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)