સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી જીવનમાં તરક્કીનો માર્ગ મોકળો થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદતને સારી માનવામાં આવે છે.
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિના શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને શારીરિક શક્તિમાં વૃદ્ધિ થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી આરોગ્ય સારું રહે છે અને બુદ્ધિ, વિદ્યા તથા સૌંદર્ય પ્રાપ્ત થાય છે. કેટલાક કામ બ્રહ્મ મુહૂર્તમાં બિલ્કુલ પણ ના કરવા જોઈએ, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
બ્રહ્મ મુહૂર્તનો સમય
જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સવારે 4:00 વાગ્યાથી સવારે 5:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત ગણવામાં આવે છે. આ સમય દરમિયાન કેટલાક કામ બિલ્કુલ ના કરવા જોઈએ.
નકારાત્મક વિચાર
ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં નકારાત્મક વિચાર અને ખરાબ વિચાર લાવવાથી આખા દિવસ દરમિયાન તેની ખરાબ અસર રહે છે અને વ્યક્તિ તણાવગ્રસ્ત રહે છે.
કોઈપણ વસ્તુનું સેવન ના કરવું
ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કંઈપણ ખાદ્ય સામગ્રીનું સેવન ના કરવું જોઈએ.
દુર્વ્યવહાર
ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કોઈપણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર ના કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે.
આ ભૂલ ના કરવી
ધાર્મિક શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રણય સંબંધ ના બનાવવો જોઈએ. આંખ ખુલે એટલે તરત જ ભગવાનની ભક્તિમાં લીન થવું તે સર્વોત્તમ માનવામાં આવે છે.
આ મંત્રનો જાપ કરવો
ધાર્મિક ગ્રંથ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે એટલે બે હાથની હથેળી જોઈને ‘ओम कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती, करमूले तु गोविंद प्रभाते कर दर्शनम्’ મંત્રનો જાપ કરવો તે સર્વોત્તમ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)