શિવજીને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે અને વ્રત રાખે છે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જે પૂજા પાઠ, વ્રત અને ઉપાય કરવામાં આવે તેથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.
તમને જણાવી દઈએ કે, હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇથી શરૂ થયો છે, ગુજરાતમાં 18 જુલાઇથી અધિક માસ શરૂ થયો છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કાળસર્પ દોષનો ખતરનાક માનવામાં આવે છે. કાળસર્પ દોષ 12 પ્રકારના હોય છે, જેનાથી વ્યક્તિના જીવન પર અલગ અલગ અસર થાય છે. કહેવામાં આવે છે કે, જે રાશિના જાતકોની કુંડળીમાં આ દોષ હોય તેના જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે. આ કારણોસર લોકો આ નામ સાંભળતા જ ડરી જાય છે. જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુ સાથે હોય અને તેમની વચ્ચે કોઈ ગ્રહ આવી જાય તો આ દોષનું નિર્માણ થાય છે. ભગવાન શિવની ઉપાસનાથી આ દોષના પ્રભાવને ઓછો કરી શકાય છે. શ્રાવણના સોમવારે પંચાક્ષર સ્તોત્રના પાઠ કરવાથી કાળસર્પ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
શિવ પંચાક્ષર સ્તોત્રનું મહત્ત્વ
શિવ પંચાક્ષર સ્તોત્રના પાંચ શ્લોકમાં ‘नम: शिवाय’ એટલે કે, ‘न’, ‘म’, ‘शि’, ‘वा’ અને ‘य’માં શિવજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં શિવજીની સ્તુતિ વિશે લખવામાં આવ્યું છે અને શિવજીના સ્વરૂપ તથા ગુણ જણાવવામાં આવ્યા છે. શ્રાવણ મહિનાના સોમવારે આ સ્તોત્રના પાઠ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. આ કારણોસર શિવજીની પૂજામાં તથા સોમવારે આ સ્તોત્રના પાઠ જરૂરથી કરવા જોઈએ. ઉપરાંત કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો આ સ્તોત્રના પાઠ જરૂરથી કરવા જોઈએ.
શિવ પંચાક્ષર સ્તોત્ર
नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगंबराय तस्मे न काराय नम: शिवाय:।।
मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय।
मंदारपुष्प बहुपुष्प सुपूजिताय तस्मे म काराय नम: शिवाय:।।
शिवाय गौरी वदनाब्जवृंद सूर्याय दक्षाध्वरनाशकाय।
श्री नीलकंठाय वृषभद्धजाय तस्मै शि काराय नम: शिवाय:।।
वशिष्ठ कुभोदव गौतमाय मुनींद्र देवार्चित शेखराय।
चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै व काराय नम: शिवाय:।।
यज्ञस्वरूपाय जटाधराय पिनाकस्ताय सनातनाय।
दिव्याय देवाय दिगंबराय तस्मै य काराय नम: शिवाय:।।
पंचाक्षरमिदं पुण्यं य: पठेत शिव सन्निधौ।
शिवलोकं वाप्नोति शिवेन सह मोदते।।
नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगंबराय तस्मे ‘न’ काराय नमः शिवायः।।
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)