માનવ જીવનમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા નિયમોનું પાલન કરવાથી મનુષ્યના જીવનમાં આવી રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઇ શકે છે. ઘણીવાર આ સમસ્યાઓ એવી હોય છે જેનાથી આપણે અજાણ હોઇએ છીએ અને અજાણતા જ આપણે તે ભૂલ વારંવાર કરી બેસીએ છીએ.
ઘણીવાર તમે તમારા ઘરમાં તમારા વડીલોના મોઢે સાંભળ્યું હશે કે, જ્યારે પણ કોઇ વ્યક્તિ ઘરની બહાર જાય તો તરત જ કચરો ન કાઢવો જોઇએ.
રસ્તામાં કોઇ કચરો કાઢતા દેખાય: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે ક્યાંક બહાર જઇ રહ્યાં છો અને તે દરમિયાન તમને કોઇ વ્યક્તિ કચરો કાઢતા દેખાય તો આ એક અશુભ ઘટના માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેવામાં તમે જે કામ માટે બહાર નીકળ્યાં છો તે કામ સફળ નથી થતું અને તેમાં અનેક પ્રકારની અડચણો ઉત્પન્ન થાય છે.
કોઇ બહાર જાય પછી તરત કચરો ન કાઢો: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરનું કોઇ સભ્ય બહાર જાય છે તો તરત જ કચરો ન કાઢો. માન્યતા છે કે આવું કરવાથી જે કામ કરવા માટે વ્યક્તિ બહાર ગયો છે તે કામ સફળ નહીં થાય અને તેનું કામ બગડવાની સંભાવના અનેક ગણી વધી જાય છે.
ઘરમાં ક્યારે કચરો કાઢવો? : વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં સાફ સફાઇ રાખવા માટે કચરો કાઢવાનો સૌથી સારો સમય સવારનો માનવામાં આવે છે. સવારના સમયે કચરો કાઢવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જ્યારે સાંજના સમયે કચરો કાઢવાનું ટાળવું જોઇએ.
મા લક્ષ્મી થશે નારાજ: જે વ્યક્તિ સૂરજ આથમ્યા પછી કચરો કાઢે છે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત સાંજના સમયે કચરો કાઢવાથી ઘરની સકારાત્મક ઉર્જા પણ કચરા સાથે બહાર જતી રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)