fbpx
Friday, November 15, 2024

19 ઓગસ્ટ સુધી સુખ-સુવિધાનો કારક શુક્ર આ રાશિના જાતકો પર કૃપા વરસાવશે.

ભૌતિક સુખ અને સુવિધાનો કારક શુક્ર ગ્રહ આ સમયે અસ્ત છે અને તેઓ 18 ઓગસ્ટ સુધી અસ્ત રહેશે. બીજા દિવસે 19 ઓગસ્ટના રોજ 5.21 વાગ્યે શુક્રનો ઉદય થશે. શુક્ર ગ્રહ 3 ઓગસ્ટના રોજ સાંજે 7.37 સિંહ રાશિમાં અસ્ત થયો હતો, ત્યાર બાદ 7 ઓગસ્ટના રોજ કર્ક રાશિમાં ગોચર થયું.એવામાં આ સમયે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં અસ્ત છે. શુક્રના અસ્ત થવાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય મજબૂત થશે અને એમની સુખ સુવિધામાં વૃદ્ધિ થશે.

એમના માટે પ્રગતિના નવા રસ્તા ખુલી શકે છે, લાઈફમાં રોમાન્સ વધી શકે છે.

શુક્રના અસ્ત થવાથી 3 રાશિઓ વૃષભ, કર્ક અને સિંહ રાશિને લાભ થશે. આવો જાણીએ આ ત્રણ રાશિઓને શું ફાયદા થાય છે.

વૃષભ: શુક્રના અસ્ત થવાથી વૃષભ રાશિના લોકોને સુખ અને સુવિધામાં વૃદ્ધિ થશે. ધનની આવક સારી રહેશે, આ કારણથી આર્થિક તંગીનો અહેસાસ નહિ થાય. પહેલાથી વધુ સેવિંગ કરી શકશો. નોકરી કરવા વાળા અને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આગળ વધવાથી સારી તક મળશે, એને હાથમાં ન જવા દેવી.

19 ઓગસ્ટ સુધી તમારા સારા દિવસ રહેશે. આ દરમિયાન તમને મોંઘી વસ્તુઓનું ખરીદી કરી શકો છો, જે તમારું શાન વધારી શકે છે. દામ્પત્ય જીવન મધુર રહેશે. સિંગલ લોકોને નવો પાર્ટનર મળી શકે છે.

કર્કઃ આ સમયે શુક્ર તમારી રાશિમાં અસ્ત છે. તે તમારા જીવન પર સુખદ અને શુભ અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમારી આવક વધી શકે છે. અચાનક ધન લાભ અથવા ટેક્સ બેનિફિટ આર્થિક સ્થિતિને મજબૂત કરી શકે છે. તમે કરેલા રોકાણમાંથી તમને સારું વળતર મળી શકે છે.

તમારું લગ્નજીવન સુખી રહેશે. તમારા વ્યક્તિત્વનો પ્રભાવ વધશે. લોકો તમારાથી ખૂબ પ્રભાવિત થશે. તમારું સોશિયલ નેટવર્ક વધશે. ભાગીદારીમાં વેપાર કરનારાઓ માટે સમય સાનુકૂળ છે. પૈસાની કમી દૂર થશે.

સિંહઃ જો તમે પહેલાથી જ શેરબજારમાં રોકાણ કર્યું હોય તો શુક્રના અસ્ત થવાથી તમને ફાયદો થઈ શકે છે. કેટલીક લોટરી હાથ લાગી શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે અથવા અટકેલા પૈસા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ફોકટના ખર્ચ પર કાબૂ મેળવી શકશો, જેના કારણે રોકાણ અને બચત પહેલા કરતા વધુ થશે.

પ્રેમ સંબંધ ધરાવતા લોકો માટે સમય સારો છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સંબંધોમાં રોમાન્સ વધશે. વિવાહિત જીવન સુખમય રહેશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles