આ વર્ષે અધિક માસની અમાસની તિથિના દિવસે મલમાસનું સમાપન થશે. મલમાસનો પ્રારંભ 18 જુલાઈને મંગળવારના રોજ થયો હતો. ત્યારે 19 વર્ષ બાદ આ વર્ષે મલમાસ શ્રાવણ માસમાં આવ્યો હતો, જેના કારણે આ વર્ષે શ્રાવણ માસ 2 મહિનાનો થઈ ગયો છે. આ વર્ષે શ્રાવણ માસ કુલ 59 દિવસોનો છે. તો અધિક માસની અમાસ બાદ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિના દિવસે ચંદ્રોદય થશે.
આ દિવસે ચંદ્ર દર્શન અને પૂજાથી ઘણા ફાયદા થાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે મલમાસ ક્યારે પૂર્ણ થશે અને અમાસ બાદ ચંદ્રોદય ક્યારે થશે.
મલમાસ ક્યારે પૂર્ણ થશે?
આ વર્ષે 16 ઓગસ્ટ બુધવારના દિવસે મલમાસ પૂર્ણ થશે. 15 ઓગસ્ટ ને મંગળવારના રોજ બપોરે 12:42 વાગ્યે અમાસની તિથિ શરુ થશે, જે બુધવારે એટલે કે 16 ઓગસ્ટના રોજ બપોરે 3:07 વાગ્યા સુધી રહેશે. એટલે કે 16 ઓગસ્ટ અધિક માસની અમાસ ઉજવવામાં આવશે.
2023 બાદ મલમાસ ક્યારે છે?
જણાવી દઈએ કે વર્ષ 2023 બાદ મલમાસ વર્ષ 2026માં આવશે. એટલે કે 3 વર્ષ બાદ 17 મે, 2026ના રોજ રવિવારે શોભન યોગ અને કૃત્તિકા નક્ષત્ર દરમિયાન જેઠ માસમાં મલમાસ શરુ થશે. તે દિવસે જેઠ મહિનાની પ્રતિપદા તિથિ હશે.
અધિક માસની અમાસ બાદ ચંદ્રોદય ક્યારે થશે?
ઉપર જણાવ્યું તેમ, 16 ઓગસ્ટના રોજ અધિક માસની આમાસ છે. 16 ઓગસ્ટના રોજ બપોરે 03:07 વાગ્યાથી શ્રાવણ માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ શરુ થશે અને તે 17 ઓગસ્ટ ગુરુવારે સાંજે 05:35 વાગ્યા સુધી રહેશે. ઉદયાતિથિના અનુસાર, શ્રાવણ શુક્લ પ્રતિપદા તિથિ 17 ઓગસ્ટ રહેશે. અધિક માસની અમાસ બાદ 17 ઓગસ્ટ સવારે 06:24 વાગ્યે ચંદ્રોદય થશે, તો ચન્દ્રસ્ત સાંજે 07:48 વાગ્યે થશે.
અધિક માસની અમાસ બાદ ચંદ્ર દર્શનના ફાયદા
અમાસના દિવસે વ્રત રાખીને બીજા દિવસે શુક્લ પક્ષની પ્રતિપદાના દિવસે ચંદ્રના દર્શન કરવાથી જીવનમાં સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે. સાથે જ મનના વિકારો દૂર થાય છે અને મન સ્થિર રહે છે.
આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી અને અર્ધ્ય આપવાથી કુંડલીના ચંદ્ર દોષ દૂર થાય છે. તેમજ આ દિવસે ચંદ્રમાના બીજ મંત્ર “ૐ સોં સોમાય નમઃ” નો 108 વખત જાપ કરવો જોઈએ, તેનાથી નબળો ચંદ્રમા મજબૂત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)