એક મિત્રએ નવી કાર લીધી…
રાત્રે ફ્રી પડ્યા પછી એણે ગ્રુપમાં કાર અને
પોતાના ફેમિલી સાથેના ફોટોઝ મુક્યા..
ગ્રુપના બધા ફ્રેન્ડ્ઝ Congratulations ના
મેસેજ મોકલવા મંડ્યા..
એમાં, અમારા એક મિત્ર એ સવારના ઉઠીને,
આગળની પોસ્ટ વાંચ્યા વગર જ એક સુવિચાર મુક્યો..
“ઈમાનદારી” થી જીવવામાં જ તકલીફ છે સાહેબ…
બાકી, ટોપી ફેરવવા વાળા તો ગાડી લઈ ને ફરે છે.”
ગ્રુપ માં હજુ ડખો ચાલુ છે…!!!
😜😅😝😂🤪🤣
બે મિત્રો રસ્તા પર સાથે ચાલતાં જતા હતા
ત્યાં રસ્તા પર એક બોર્ડ હતું. તેમાં લખ્યું હતું કે….
વોડકા + પાણી = કીડનીને નુકસાન.
રમ + પાણી = લીવરને નુકસાન.
વ્હીસ્કી + પાણી = હદયને નુકસાન.
જીન + પાણી = મગજને નુકસાન.
એટલે એક મિત્રે બીજાને કહ્યું : સાલું લાગે છે
પાણીમાં જ કાંક ગરબડ છે…
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)