શુક્ર ગ્રહ આ સમયે અસ્તવસ્થામાં છે, 19 ઓગસ્ટના રોજ ઉદય થશે. શુક્ર ગ્રહનો કર્ક રાશિમાં ઉદય થશે. આ પહેલા તે 3 ઓગસ્ટના રોજ ગુરુવારે સાંજે અસ્ત થયો હતો, ત્યાર સિંહ રાશિમાં હતો. 7 ઓગસ્ટના રોજ શુક્ર સિંહ રાશિથી કર્કમાં પ્રવેશ કરી ચુક્યો છે. કોઈ પણ ગ્રહ જયારે સૂર્યની નજીક હોય છે તો તે અસ્તવસ્થામાં હોય છે અને આ ગ્રહ આકાશમાં દેખાતો નથી.
19 તારીખે શુક્ર કર્ક રાશિમાં ઉદિત થવાથી 3 રાશિના લોકોની કિસ્મત ચમકશે અને એના માટે પ્રગતિના યોગ બનશે.
આ વર્ષે શુક્ર ગ્રહ 16 દિવસ માટે અસ્ત થઇ રહ્યો છે. શુક્રના ઉદયથી તમામ 12 રાશિઓ પર શુભ કે અશુભ પ્રભાવ પડી શકે છે, પરંતુ 3 રાશિઓ કર્ક, મકર અને મીન રાશિના લોકોને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. જાણો શુક્રના ઉદયની 3 રાશિઓ પર પોઝિટિવ અસર.
મીનઃ કર્ક રાશિમાં શુક્રનો ઉદય મીન રાશિના લોકોની સુખ-સુવિધાઓમાં વધારો કરી શકે છે. જો તમે વાહન કે નવી પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો સમય સારો છે. આ રોકાણ તમારા માટે સકારાત્મક પરિણામ આપશે. પૈતૃક સંપત્તિના મામલામાં પરિવારના સભ્યો તમને ફાયદો કરાવશે.
જે લોકો પ્રોપર્ટી અથવા રિયલ એસ્ટેટનો બિઝનેસ કરી રહ્યા છે, તેમને વધુ નફો મેળવવાની તક મળી શકે છે. આ દરમિયાન તમારા જીવનમાં રોમાંસ રહેશે.
મકરઃ શુક્રના ઉદયને કારણે તમારી રાશિના લોકોની કિસ્મત ચમકી શકે છે. જેના કારણે તમારું કાર્ય સફળ થશે. અટવાયેલા પ્રોજેક્ટ આગળ વધશે. જેઓ હજુ અવિવાહિત છે તેમના માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. ભાગીદારીમાં વેપાર કરનારાઓ માટે નફો મેળવવાની તક છે.
આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય બંને સુધરશે. તમારું પારિવારિક જીવન સુખદ રહેશે. કામકાજમાં તમને પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે છે.
કર્કઃ શુક્ર ગ્રહનો ઉદય તમારી જ રાશિમાં થઈ રહ્યો છે, તેની સકારાત્મક અસર જોવા મળશે. તમારી રાશિના લોકોને મોટા લોકો સાથે સંબંધ રહેશે, નેટવર્કમાં વધારો થવાથી તમારો પ્રભાવ પણ વધશે. લવ લાઈફ માટે સમય સારો છે. લવ પાર્ટનર સાથે સંબંધ મજબૂત રહેશે.
તમારા જીવનસાથીની પ્રગતિ થશે. જેનાથી તમે ખુશ રહેશો. પરિણીત લોકોના જીવનમાં કોઈ ખલેલ નહિ થાય. જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે. શુક્રની શુભ અસરથી તમારું વ્યક્તિત્વ સુધરશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)