fbpx
Friday, November 15, 2024

શુક્રવારે કરો આ ઉપાય, જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે

આજે શુક્રવાર, આજે અધિક શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસ છે. આ અગિયારસ આજથી આવતીકાલે સવારે 06:32 વાગ્યા સુધી રહેશે. આજે બપોરે 11:03 વાગ્યાથી આવતીકાલે બપોરે 03:22 વાગ્યા સુધી હર્ષણ યોગ રહેશે.

આ યોગમાં જે પણ કામ કરવામાં આવે તેનાથી ખુશી પ્રાપ્ત થાય છે અને ભાગ્ય સાથ આપે છે. આજે આખો દિવસ અને આવતીકાલે બપોરે 06:02 વાગ્યા સુધી મૃગશિરા નક્ષત્ર રહેશે. જીવનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે શુક્રવારે કયા ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • જો તમે જીવનમાં સુખ મેળવવા માંગો છો, તે માટે આજના દિવસે માઁ લક્ષ્‍મી કમળ પર બેઠા પર હોય તેવો ફોટો લાવો અને મંદિરમાં સ્થાપિત કરો.
    ત્યારપછી લક્ષ્‍મી માતાને પુષ્પ અર્પણ કરો. ધૂપ અને દીવા કરીને તેમની પૂજા કરો. આ પ્રકારે કરવાથી જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે.
  • સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે આજે એક રૂપિયાનો સિક્કો લો અને લક્ષ્‍મી માતા પાસે મુકો.
    હવે લક્ષ્‍મી માતાની પૂજા કરો અને પછી સિક્કાની પણ પૂજા કરો. હવે તે સિક્કો મંદિરમાં જ રાખો અને બીજા દિવસે તે સિક્કો લઈને લાલ કપડામાં બાંધીને તમારી પાસે રાખો.
  • તમને કોઈને કોઈ બાબતે ડર લાગી રહ્યો છે, તો તે માટે શિવજીની પ્રતિમા પાસે દીવો કરો, આસન પાથરીને પશ્ચિમ દિશા તરફ મોઢુ રાખીને બેસો. હવે રુદ્રાક્ષ અથવા ચંદનની માળાથી ‘ऊँ नमः शिवाय’ મંત્રનો જાપ કરો.
    તમારી પાસે રુદ્રાક્ષ અથવા ચંદનની માળા ના હોય તો કરમાળાથી 108 વાર મંત્રનો જાપ કરો. જેથી તમને કોઈપણ વસ્તુનો ડર નહીં લાગે.
  • નજરદોષના કારણે કોઈ કામ નથી કરી શકતા, તો આખા મરચા લો. આ મરચા તમારા પરથી સાત વાર ફેરવો અને દક્ષિણ દિશામાં તે મરચા બાળી દો.

    આ પ્રકારે કરવાથી નજરદોષથી છુટકારો મળશે.
  • તમારા જીવનસાથીને સફળતા પ્રાપ્ત થાય તે માટે આજના દિવસે ચાંદીની વસ્તુ ખરીદો અને મંદિરમાં સ્થાપિત કરીને તેની પૂજા કરો. બીજા દિવસે સ્નાન કર્યા પછી તે વસ્તુ મંદિરમાંથી લઈને તમારી પાસે રાખો. આ પ્રકારે કરવાથી તમારા જીવનસાથીને સફળતા પ્રાપ્ત થશે.
    ખુદના બિઝનેસ સારી રીતે ચાલી નથી રહ્યો તો, મૃગશિરા નક્ષત્રમાં ઘરની આસપાસના મંદિરમાં જઈને પૂજા પાઠ અને અર્ચના કરો. અંજુલિમાં પુષ્પ લઈને ભગવાનને અર્પણ કરો, જેથી તમારો બિઝનેસ સારી રીતે ચાલશે.
  • ધર્મ-કર્મ કાર્યોમાં રૂચિ જળવાઈ રહે, સમાજમાં સારી ઓળખ જળવાય તે માટે આજે મંદિરમાં સવા કિલો ઘઉં, સવા કિલો ચોખાનું દાન કરો. આ પ્રકારે કરવાથી ધર્મ-કર્મ કાર્યોમાં રૂચિ જળવાઈ રહેશે અને સમાજમાં સારી ઓળખ જળવાઈ રહેશે.
  • ધન અને સંપત્તિમાં વૃદ્ધિ કરવા માટે દિનચર્યા પૂર્ણ કરીને એકાક્ષી નારિયેળ લો અને ઘરના મંદિરમાં મુકો. હવે ભગવાનની પૂજા કરો. ભગવાનને સૌથી પહેલા પુષ્પ અર્પણ કરો, ભોગ લગાવો અને ધૂપ દીવા કરો. ભગવાનની પૂજા કર્યા પછી એકાક્ષી નારિયેળની પૂજા કરો. પૂજા કર્યા પછી એકાક્ષી નારિયેળ મંદિરમાં જ રાખો, આ ઉપાય કરવાથી ધનમાં વૃદ્ધિ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles