જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પછી વક્રી અથવા માર્ગી થાય છે. આ ક્રમમાં 24 ઓગસ્ટ 2023ના દિવસે રવિવાર રાત્રે 1.28 વાગ્યે બુધ ગ્રહ સિંહ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. બુધ ગ્રહને બુદ્ધનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત હોય તો સ્વાસ્થ્ય અને તીવ્ર બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
સાથે જ દરેક કાર્યમાં સફળતા અને અનુકૂળ પરિણામ પ્રાપ્ત થાય છે. બુધના વક્રી થવાથી એનો પ્રભાવ તમામ રાશિઓ પર સકારાત્મક અથવા નકારાત્મક રીતે પડે છે.
બુધ ગ્રહ જે સમયે વક્રી હશે તેજ સમયે અસ્ત પણ હશે. જ્યોતિષ દ્રષ્ટિ અનુસાર આ એક ખુબ જ મહત્વપૂર્ણ ઘટના છે. આ દરમિયાન એવી 3 રાશિ છે, જેને આનો સર્વાધિક લાભ મળવાનો છે.
કન્યા: બુધ ગ્રહનું અસ્ત અવસ્થામાં વક્રી થવું કન્યા રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. કન્યા રાશિના લોકોને આ સમયમાં ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળશે. આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે. વેપારી વર્ગને લાભ થશે. બુધ વક્રી સ્થિતિમાં હોવાને કારણે ભૌતિક સુખ-સુવિધાઓ માટે પૈસાનો ખર્ચ થઇ શકે છે.
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધની વક્રી સ્થિતિ સાનુકૂળ સાબિત થશે. વૃશ્ચિક રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્ર અને વેપાર ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહેલા લોકોને રાહત મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. જેના કારણે ક્ષેત્રમાં પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે.
મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે બુધ ગ્રહની વક્રી ગતિ શુભ સાબિત થશે. મિથુન રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન અચાનક ધન લાભ થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓ મળશે. તમારી વાતચીત કરવાની શૈલીમાં સુધારો થશે, તેના કારણે ઉચ્ચ અધિકારીઓ કાર્યક્ષેત્રમાં તમારાથી ખુશ રહેશે. જો કોઈ રોકાયેલું નાણું હશે તો તે પણ આ સમય દરમિયાન પરત મળશે. પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે, મન પ્રસન્ન રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)