શ્રાવણ એટલે ગેરૂવા વસ્ત્ર પહેરી કાંવડ લઈ જતા કાવડીયા, લીલી-લીલી બંગડીઓ અને મહેંદી લગાવતી મહિલાઓ, શિવ મંદિરના પ્રાટાંગણમાં દરેક સોમવારે લાગતી લાંબી લાઈન અને બીલી પત્ર, ધતૂરાથી શિવની પૂજા-અર્ચના. દર વર્ષે શ્રાવણનો મહિનો શિવ ભક્તો માટે કઈંક આવા જ અનુભવ લઈને આવે છે. શિવની ભક્તિના નશામાં ડૂબેલા લોકો ભોલે નાથને ખુશ કરવા તમામ પ્રકારના પ્રયત્ન કરે છે.
કહેવાય છે કે, શ્રાવણનો મહિનો હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે.
શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથની પૂજાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવને સૌથી પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે અને જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જાય છે. શ્રાવણ માસમાં આવતી શિવરાત્રિએ ભગવાન શિવની ઉપાસના કરવાથી ભક્તોના જીવનમાં નેક લાભ થાય છે.
પંચાંગ અનુસાર શ્રાવણ અધિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ અધિક શિવરાત્રી વ્રત ભક્તો દ્વારા રાખવામાં આવશે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
અધિક કેલેન્ડર મુજબ, શ્રાવણ અધિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 14 ઓગસ્ટના રોજ સવારે 10.25 કલાકથી શરૂ થશે અને 15 ઓગસ્ટના રોજ બપોરે 12.42 કલાકે સમાપ્ત થશે. ત્યારે, 14 ઓગસ્ટ 2023, સોમવારના રોજ શ્રાવણ અધિક શિવરાત્રી વ્રત ભક્તો દ્વારા રાખવામાં આવશે.
આ વર્ષે પુરૂષોત્તમ માસમાં શિવરાત્રી વ્રતના દિવસે શ્રાવણ અધિક માસના ચોથા સોમવારનું વ્રત પણ ભક્તો દ્વારા રાખવામાં આવશે. જેના કારણે આ દિવસ અતિ મહત્વનો દિવસ બની જાય છે. આ શુભ અવસર પર વ્રત રાખવાથી ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાત છે.
આ દિવસે અને માસિક શિવરાત્રીની આખી રાત ભગવાન શિવને સમર્પિત હોય છે. આ ચતુર્થી તિથિ જે રાત્રે આવે છે તેને શિવરાત્રી તરીકે માનવામાં આવે છે. કેટલીકવાર આ દિવસ ત્રયોદશી તિથિથી શરૂ થાય છે અને રાત્રે ચતુર્દશી તિથિ આવે છે, ત્યારે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા અને અભિષેક કરવામાં આવે તો અનેક મનોકામના પૂર્ણ થાય છે.
આ વખતે માસીક શિવરાત્રી 14મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ વર્ષે 14મી ઓગસ્ટે શ્રાવણનો સોમવાર હોવાથી શિવભકતો માટે સુંદર સહયોગ બન્યો છે. આ ખૂબ જ સુંદર અને શુભ પ્રસંગ છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)