હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની વિધિ અનુસાર પૂજા અને વ્રત કરવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર 19 વર્ષ પછી 59 દિવસનો શ્રાવણ મહિનો છે. આ વર્ષે શ્રાવણ મહિનાના 8 સોમવાર છે.
દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે. અધિક માસને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાવણ અધિક માસ 16 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. શિવપુરાણ અનુસાર અધિક શ્રાવણ માસની અમાસના દિવસે 16 ઓગસ્ટના રોજ ભગવાન શિવની વિધિ અનુસાર પૂજા તથા અન્ય એક વિશેષ વસ્તુ અર્પણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
16 ઓગસ્ટના રોજ દુર્લભ યોગનું નિર્માણ
હિંદુ પંચાંગ અનુસાર 15 ઓગસ્ટના રોજ મંગળવારે બપોરે 12:42 વાગ્યે અમાસની શરૂઆત થઈ રહી છે. જે 16 ઓગસ્ટના રોજ બપોરે 03:07 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. જેથી આ વર્ષે અધિક શ્રાવણ માસની અમાસ 16 ઓગસ્ટના રોજ છે. અધિક માસની અમાસ પૂર્ણ થવાની સાથે શ્રાવણ માસની શરૂઆત થશે. બંને તિથિ એકસાથે હોવાથી તેને શુભ માનવામાં આવે છે.
શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને પાર્વતી માતા પૃથ્વી પર નિવાસ કરે છે. આ કારણોસર આ માસમાં પૂજા કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત અધિક માસની અમાસના દિવસે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
16 ઓગસ્ટના રોજ શિવજીને આ ખાસ વસ્તુ અર્પણ કરો
16 ઓગસ્ટના રોજ અધિક શ્રાવણ માસની અમાસ છે. આ દિવસે શિવજી અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માચે શિવલિંગ પર એક કળશ જળ અર્પણ કરો અને તેની સાથે કનેરનું ફૂલ પણ ચઢાવો. ભગવાન શિવને પીળા કનેરના ફૂલ ખૂબ જ પ્રિય છે. કનેરનું ફૂલ શિવલિંગ પર ચઢાવવાથી ધન અને વૈભવમાં વૃદ્ધિ થાય છે, ઉપરાંત દરિદ્રતાનો નાશ થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)