fbpx
Friday, November 15, 2024

આજે શ્રાવણ અધિક માસની શિવરાત્રીના બે શુભ યોગ, આ શુભ મુહૂર્તમાં કરો પૂજા

હિન્દુ પંચાંગ અનુસાર, ભગવાન શિવને અતિ પ્રિય શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં ભોળેનાથ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. આજે શ્રાવણ અધિક માસની શિવરાત્રી છે. જે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે આજે સોમવાર છે અને અઠવાડિયાના સાત દિવસોમાં સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યો છે અને સોમવારના દિવસે જ શિવરાત્રી આવી છે.

તેથી આ દિવસને ખાસ માનવામાં આવી રહ્યો છે.

આજે બે શુભ યોગનું નિર્માણ પણ થઇ રહ્યું છે. જે દરેક કાર્યની સફળતા માટે શુભ માનવામાં આવી રહ્યો છે.

પૂજાનું શુભ મુહૂર્ત અને બે શુભ યોગ

આજે 14 ઓગસ્ટ 2023, સોમવારના દિવસે શ્રાવણ અધિક માસ શિવરાત્રી છે. આજે ભગવાન શિવની પૂજા માટે નિશિતા મુહૂર્ત મોડી રાતે 12.02 વાગ્યાથી મધ્ય રાતે 12.48 વાગ્યા સુધી રહેશે. નિશિતા મુહૂર્તમાં મંત્રોને સિદ્ધ કરવા માટે જાપ અને પૂજા પાઠ કરવામાં આવે છે. સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઇ રહ્યું છે. પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રનું પણ નિર્માણ થઇ રહ્યું છે. આ દરમિયાન કરવામાં આવનાર તમામ કામ સફળ થાય છે.

શ્રાવણ અધિક માસ શિવરાત્રી 2023 પૂજા વિધિ

  • શ્રાવણ અધિક માસની શિવરાત્રી પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
  • તે બાદ શિવ મંદિરમાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરો.
  • હવે શિવલિંગ પર પંચામૃત એટલે કે દૂધ, દહીં, મઘ, ઘી અને સાકરથી રુદ્રાભિષેક કરો, આ દરમિયાન ઓમ નમ: શિવાય મંત્ર જાપ કરો.
  • હવે શિવલિંગ પર સફેદ અને લાલ ફૂલ, બિલીપત્ર અર્પિત કરો. શિવરાત્રી પર ભોળેનાથ પર શેરડીનો રસ અર્પિત કરવો શુભ માનવામાં આવે છે.
  • પુરુષ ભક્ત ભોળેનાથને વસ્ત્ર અને જનોઇ અર્પિત કરે. મહિલા ભક્ત ભગવાન શિવને જનોઇ ન ચડાવે.
  • શિવલિંગ પર અક્ષત, પાન, હળદર, ફલ અને નારિયેળ અર્પિત કરો.
  • તે બાદ મહાદેવ અને દેવી પાર્વતીના સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને સફેદ મીઠાઇનો ભોગ ચડાવો.
  • તે બાદ રુદ્રાક્ષની માળાથી 108 વાર મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરો.
  • સુખી વૈવાહિક જીવન માટે મા પાર્વતીને શ્રૃંગાર ચડાવો.
  • પૂજા પૂરી થયા બાદ ભગવાન શિવની આરતી કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles