હિન્દુ ધર્મમાં અધિકમાસ ખુબ પવિત્ર માનવામાં આવે છે. દર ત્રણ વર્ષમાં એક વાર આ માસ આવે છે. માટે આ મહિનામાં આવવા વાળી અમાસ ખુબ મહત્વપૂર્ણ છે. અમાસના દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન, શ્રાધ, તર્પણ વગેરે કરવું ખુબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. દુઃખોમાંથી મુક્તિ મળે છે.
અધિક અમાસ 2023 ક્યારે છે?
હિન્દુ પંચાંગ અનુસાર, અધિકમાસની અમાસની તિથિ 15 ઓગસ્ટ 2023 બપોરે 2 વાગ્યાને 42 મિનિટ પર શરુ થશે અને 16 ઓગસ્ટ બપોરે 03 વાગ્યાને 7 મિનિટ સુધી રહેશે. આ રીતે ઉદયા તિથિ પ્રમાણે અમાસ આવતી કાલે એટલે 16 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે.
અમાસના દિવસે સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત-
અમાસના દિવસે સ્નાન અને દાન માટેનું શુભ મુહૂર્ત સવારે 04.20 થી 05.02 સુધી રહેશે.
15 ઓગસ્ટ 2023 દર્શ અમાસ –
હિંદુ કેલેન્ડર મુજબ, 15 ઓગસ્ટ 2023 મંગળવારના રોજ દર્શ અમાસ ઉજવવામાં આવશે. આ સાથે આ દિવસે મંગલગૌરી વ્રત પણ રાખવામાં આવશે. શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે પૂર્વજો પૃથ્વી પર આવીને પોતાના સ્વજનોને સુખી જીવનના આશીર્વાદ આપે છે.
અધિકમાસ અમાવસ્યા પૂજા-વિધિ-
હિન્દુ ધર્મમાં અમાસ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એટલા માટે અમાસ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પિતૃઓની આત્માની શાંતિ માટે આ દિવસે તર્પણ પણ કરવામાં આવે છે. અમાસની તિથિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. નદીમાં સ્નાન કર્યા બાદ પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)