હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે. ત્યાં સુખ-સમૃદ્ધિ વધે છે, સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. તેની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. એટલા માટે તુલસીની નિયમિત પૂજા કરવી જોઈએ. જોકે, પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને જળ અર્પણ ના કરો
હિંદુ માન્યતાઓ અનુસાર તુલસીને રોજ જળ ચડાવવું જોઈએ. સ્નાન કર્યા વિના તુલસીના પાનને ક્યારેય સ્પર્શ કરવો નહીં. રવિવાર અને એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને જળ અર્પણ ન કરવું જોઈએ. એકાદશી અને રવિવારે એવું માનવામાં આવે છે કે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. એટલા માટે આ દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ.
પૂજાની રીત
સવારે ઉઠ્યા પછી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી તુલસી માતાને જળ ચઢાવો. હવે તેના પર સિંદૂર લગાવો અને લાલ કે ગુલાબી ફૂલ ચઢાવો. આ પછી તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો. પરિવારમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે સાંજે પણ તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો. તુલસી સ્તોત્રનો પાઠ કરવાથી અને તુલસીની વિધિવત પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)