ઘણા લોકો પોતાના ઘરે મની પ્લાન્ટ લગાવે છે. સુંદર દેખાતી આ વેલ પાછળ જાળવણી કરવામાં પણ મહેનત નથી કરવી પડતી. માનવામાં આવે છે કે, ઘરે મની પ્લાન્ટ લગાવવાથી ધનલાભ થઇ શકે છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ છોડ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, જે ઘરે મની પ્લાન્ટ હોય ત્યાં ક્યારેય ધનની કમી નથી રહેતી.
જોકે, મની પ્લાન્ટ સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો મની પ્લાન્ટ તમને મોટું નુક્શાન કરાવી શકે છે. ત્યારે તમારે જાણી લેવું જોઈએ કે મની પ્લાન્ટ લગાવતી વખતે કયા-કયા નિયમોનું પાલન કરવું જોઈએ.
મની પ્લાન્ટ લગાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
– ઘરે લગાવવામાં આવતો મની પ્લાન્ટ શુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે અને પોઝિટિવિટીનો વાસ થાય છે. પરંતુ જો તેના પાંદડા પીળા પડી જાય અટવા સુકાઈ જાય તો તેન તરત હટાવી દેવા જોઈએ. નહીં તો તેના કારણે ધન હાનિ થવાની સંભાવના વધી જાય છે.
– મની પ્લાન્ટનો વેલ હોય છે. જયારે મની પ્લાન્ટની વેલ વધવા લાગે છે, ત્યારે તેના વેલને દોરા અથવા લાકડીની મદદથી ઉપરની તરફ ચઢાવવી જોઈએ. વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટની વેલ જમીનને સ્પર્શે તો તેને અશુભ માનવામાં આવે છે. તેના કારણે ઘરની સુખ-સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે.
– સૌથી મહત્વની બાબત એ છે કે કોઈપણ વ્યક્તિને તમારા ઘરમાં લગાવેલ મની પ્લાન્ટ ન આપવો જોઈએ, પછી ભલેને તે વ્યક્તિ સાથે નજીકના સંબંધો હોય. જો તમે કોઈને મની પ્લાન્ટ આપો છો તો ઘરની બરકત થતી નથી. મની પ્લાન્ટની વેલ કોઈને ગિફ્ટમાં ન આપવી જોઈએ.
– વાસ્તુશાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટ હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. દક્ષિણ-પૂર્વ દિશા ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે. પરંતુ મની પ્લાન્ટને ક્યારે ઉત્તર-પૂર્વમાં ન લગાવવો જોઈએ.
– મની પ્લાન્ટનો છોડ શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. જેથી શુક્રવારના દિવસે મની પ્લાનને વાવવો શુભ માનવામાં આવે છે. પરંતુ શુક્રવારના દિવસે આ છોડનું કટિંગ ન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)