શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની સાથે શુક્ર દેવને પણ સમર્પિત છે જે ભૌતિક સુખ સુવિધા, ઐશ્વર્ય, વૈભવ, સૌંદર્ય વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં માતા લક્ષ્મીની કૃપા, સંસારિક કામનાઓ અને ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે અમુક ખૂબ જ ગુપ્ત જ્યોતિષ ઉપાય જણાવવામાં આવ્યા છે.
આ ઉપાયોને ગુપ્ત રીતે રાત્રે જ કરવા જોઈએ. જેથી તેનું શુભ ફળ પ્રાપ્ત કરી શકાય. આ જ્યોતિષ ઉપાય કરવાથી જીવનમાં ક્યારેય પણ ધન સંબંધિ સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો અને સુખ સમૃદ્ધિ આવે છે.
સુખ-સમૃદ્ધિ માટે કરો આ ઉપાય
ધન વૈભવ અને સુખ-સમૃદ્ધિ માટે શુક્રવારની મધરાત્રીએ અષ્ટ લક્ષ્મીની વિધિવત રીતે પૂજા કર્યા બાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. સાથે જ ગુલાબના ફૂલ અર્પિત કરો અને કેસર યુક્ત ખીરનો ભોગ લગાવો. પરંતુ ધ્યાન રાખો કે પરિવારના લોકોને આ પૂજાના વિશે પહેલા જ જણાવી દો જેથી પૂજામાં કોઈ ભંગ ન થાય.
માતા લક્ષ્મીની કૃપા માટે કરો આ ઉપાય
શુક્રવાર રાત્રે ગુલાબી કપડા પહેરીને માતા લક્ષ્મીની પ્રતિમા કે તસવીરના સામે ‘ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा’મંત્રનો 108 વખત જાપ કરો અને શ્રી લક્ષ્મી સૂક્તનો પાઠ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને ધન સંબંધિ સમસ્યાઓથી મુક્તિ મળશે.
10 શુક્રવારે કરો આ ઉપાય
શુક્રવારે સૂર્યાસ્ત બાદ સ્નાન અને સ્વચ્છ વસ્ત્ર પહેરીને માતા લક્ષ્મીની સામે બેસી ઘીનો દીવો કરો. તેના બાદ પ્લાસ્ટિકના નાનકડા ડબ્બામાં અડધુ મીઠુ ભરી તેને લાલ કપડાની ઉપર મુકી દો. પછી માતા લક્ષ્મીના બીજ મંત્ર ‘ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मी नमः’નો એક હજાર વખત જાપ કરો.
ત્યાર બાદ મિઠાના બડ્ડામાં એક આખુ લવિંગ નાખો અને પછી માતા લક્ષ્મીની આરતી કરો. આરતી બાદ લાલ કપડામાં ડબ્બાને બાંધીને ધન સ્થાન જેવી કે તિજોરી કે લોકરમાં મુકી દો. આવું 10 શુક્રવાર કરો અને તેજ ડબ્બામાં એક એક લવિંગ મુકતા જાઓ. આમ કરવાથી માતા લક્ષ્મીની ખાસ કૃપા પ્રાપ્ત થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)