શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરુ થઈ ગયો છે. આવતી કાલે એટલે કે 21 ઓગસ્ટના દિવસે શ્રાવણનો પહેલો સોમવાર છે. સોમવાર મહાદેવજીનો પ્રિય વાર છે અને શ્રાવણના સોમવારનું મહાત્મય અનેરું છે. આ દિવસે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તમે પણ જીવનમાં મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો શિવજીના કેટલાક મંત્રોનો જરુર જાપ કરો.
આ મંત્રોનો જાપ કરવાથી મહાદેવજી પ્રસન્ન થઇ જાય છે.
મહામૃત્યુંજય મંત્ર
ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ, ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્
શિવજીનો મૂળ મંત્ર
ૐ નમ: શિવાય
શિવજીનો પ્રભાવશાળી મંત્ર
ૐ સાધો જાતયે નમ: ૐ વામ દેવાય નમ:
ૐ અઘોરાય નમ: ૐ તત્પુરુષાય નમ:
ૐ ઈશાનાય નમ: ૐ હ્રીં હ્રૌં નમ: શિવાય
રુદ્ર ગાયત્રી મંત્ર
ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત
શ્રાવણ સોમવાર વ્રત વિધિ
- શ્રાવણ સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવનો જલાભિષેક કરો. ભગવાન શિવની સાથે દેવી પાર્વતી અને નંદી મહારાજને પણ જળ ચઢાવો.
- શિવલિંગ પર પંચામૃતથી રૂદ્રાભિષેક કરો અને બિલિપત્ર ચઢાવો. તેની સાથે શિવલિંગ પર ધતુરો, ફૂલ, ચંદન ચોખા પણ ચઢાવો.
- ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશની પૂજા કરો અને ભગવાન શિવની સામે ઘીનો દીવો કરો.
- આ દિવસે વ્રત રાખો અને સાત્વિક આહાર લો. ઉપવાસ દરમિયાન તમે ફળો પણ ખાઈ શકો છો. સોમવારે ભગવાન શિવનું ધ્યાન કરતા રહો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)