ગજકેસરી યોગ ત્યારે રચાય છે જ્યારે ચંદ્રમા ગુરુ બૃહસ્પતિ સાથે કોઇ રાશિમાં યુતિ કરે છે અથવા તો તેની દ્રષ્ટિ હોય છે. જણાવી દઇએ કે આ સમયે ગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ચંદ્રમા 21 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5 વાગીને 30 મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરી ગયા છે. તેવામાં ગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમા વચ્ચે 180 ડિગ્રી પર યુતિ થઇ રહી છે.
તેવામાં ગજકેસરી યોગનું નિર્માણ થઇ રહ્યું છે.
ગજકેસરી યોગ બનવાથી ઘણી રાશિઓને વિશેષ લાભ મળી શકે છે. પરંતુ રાહુ સાથે ગુરુ બૃહસ્પિતિની યુતિ થયેલી છે. તેવામાં કેટલીક રાશિઓ એવી છે જેણે થોડુ સાવચેત રહેવાની જરૂર છે.
મેષ રાશિ: આ રાશિ માટે ગજકેસરી યોગ લાભકારક સિદ્ધ નહીં થાય, કારણ કે રાહુની દ્રષ્ટિ પડવાના કારણે આ રાશિના જાતકોને ધન હાનિ સાથે માનસિક અને શારીરિક તણાવનો સામનો કરવો પડી શકે છે. પરિવાર સાથે કોઇ વાતને લઇને અણબનાવ થઇ શકે છે. તેથી થોડુ સાચવીને રહેવાની જરૂર છે. લગ્નમાં થોડી હલચલ થઇ શકે છે. આ સાથે જ અપરણિત લોકોના લગ્નમાં વિલંબ થઇ શકે છે.
સિંહ રાશિ: જણાવી દઇએ કે આ રાશિમાં સૂર્ય ગ્રહ બિરાજમાન છે. પરંતુ રાહુની દ્રષ્ટિ ચોથા ભાવમાં પડવાના કારણે ગજકેસરી યોગ આ રાશિના જાતકો માટે શુભ સાબિત નહીં થાય. તેવામાં આ રાશિના જાતકો કોઇપણ નિર્ણય લેતા પહેલા સમજી-વિચારીને નિર્ણય લે, કારણ કે તેને લઇને પછીથી પસ્તાવો થઇ શકે છે. દાંપત્ય જીવનમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. આ સાથે જ કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઇ સકો છો. તેથી થોડું સાચવીને રહો.
મકર રાશિ: આ રાશિમાં રાહુ અને બૃહસ્પતિની યુતિ ચોથા ભાવમાં છે. આ સાથે જ ગજકેસરી યોગ દસમા ભાવમાં રચાઇ રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકોના નિર્ણય લેવાની શક્તિ પર ખરાબ અસર પડી શકે છે. આ સાથે જ સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. નોકરિયાત લોકોના જીવનમાં થોડુ મુશ્કેલીઓ આવી શકે છે. તેથી કાર્યસ્થળ પર થોડુ સંભાળીને રહો. કરિયરમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં કોઇ વાતને લઇને તણાવનો સામનો કરવો પડી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)