જ્યોતિષશાસ્ત્રમા હંમેશા ગ્રહોના ગોચરનું મહત્વ હોય છે. શુક્ર દેવને ભૌતિક સુખોના કારકદેવ છે, કળીયુગમાં મળતા તમામ લક્ઝુરિયસ સુખો જેમકે મકાન-વાહન-કપડા દરેક વસ્તુ શુક્ર દેવ આપે છે. શુક્રની સ્થિતિ કુંડળીમાં યોગ્ય હોય તો જાતકને તમામ પ્રકારના સુખો પ્રાપ્ત થાય છે. આ શુક્ર હવે કર્ક રાશિમાં માર્ગી થવાના છે, જેથી અમુક રાશિના જાતકોને ખૂબ લાભ થવાનો છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શુક્ર બીજા અને સાતમા ઘરનો સ્વામી છે જેથી આ સમયે તમે પરિવાર સાથે વધુ સમય વિતાવાનું પસંદ કરશો. જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેની શક્યતાઓ બની રહી છે. વૈભવી વસ્તુઓ પર પૈસા ખર્ચ થઈ શકે છે. તમે જે ઈચ્છો તે કરશો અને તેના કારણે ખર્ચમાં વધારો થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શુક્ર પાંચમા અને બારમા સ્થાનનો સ્વામી છે. તેઓ તમારા બીજા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે. ધનનું આગમન શક્ય બની રહ્યું છે. તમારી વાણી પ્રભાવશાળી રહેશે અને તમે વેપાર સંબંધિત સોદાઓમાં સફળતા મેળવી શકશો. તમને પ્રવાસ અને પૈતૃક સંપત્તિ દ્વારા પૈસા કમાવવાની તકો મળશે.
કન્યા રાશિ
કન્યા રાશિ માટે શુક્ર બીજા અને નવમા સ્થાનનો સ્વામી છે. તેમજ શુક્ર તમારા અગિયારમા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. આ દરમિયાન ધન, ઐશ્વર્ય અથવા વૈભવ સાથે જોડાયેલી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે. ઘણા સ્ત્રોતોમાંથી પૈસા આવશે અને વાહનો, લક્ઝરી વસ્તુઓ વગેરે પર ખર્ચ વધશે. આ સમયગાળામાં તમે વધુ પૈસા નફો અને બચત કરી શકશો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)