આપણામાંથી ઘણા લોકો એવા છે જેને ઘરમાં ફૂલ-છોડ વાવવાનો ખૂબ જ શોખ હોય છે. પછી વાત ઇનડોર પ્લાન્ટ્સની હોય કે આઉટડોટ પ્લાન્સ્ટની, આ બધામાંથી મની પ્લાન્ટ એક એવો સામાન્ય છોડ છે જે દરેક ઘરમાં સરળતાથી જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ અને લાભકારક છોડ માનવામાં આવ્યો છે. તેને ઘરમાં વાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને આવકના સ્ત્રોત પણ વધે છે.
આ ઉપરાંત વાસ્તુ શાસ્ત્રમાં અન્ય એક છોડ વિશે જણાવવામાં આવ્યું છે જે માતા લક્ષ્મીનો સૌથી પ્રિય હોવાનું માનવામાં આવે છે અને તેને ઘરમાં વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ આ છોડને મની પ્લાન્ટ કરતાં પણ વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડમાં ધન આકર્ષવાની ખૂબ જ ક્ષમતા હોય છે. આ છોડને ઘરમાં લગાવવાથી આવકના સ્ત્રોતમાં વધારો થાય છે, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને દેવાથી મુક્તિ મળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. આ છોડને ક્રાસુલા પ્લાન્ટ અથવા જેડ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં ક્રાસુલાનો છોડ હોય છે, ત્યાં ધનની દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે. તે ઘરના સદસ્ય પર દેવી લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરના લોકો ક્રાસૂલાનો છોડ લગાવે છે ત્યાં ધનની કમી નથી રહેતી. ઘરમાં ક્રસુલાનો છોડ લગાવવાથી દેવાથી પણ મુક્તિ મળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ છોડમાં ધન આકર્ષવાની અદભૂત ક્ષમતા છે. આ જ કારણ છે કે તેને ધનનો છોડ પણ કહેવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે ઘરના પ્રવેશદ્વારની જમણી બાજુએ ક્રાસુલાનો છોડ લગાવો છો, તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પોતાની ઓફિસમાં ક્રાસુલાનો છોડ લગાવે છે. તે વ્યક્તિને સમયાંતરે ઇન્ક્રીમેન્ટ સાથે પ્રમોશન મળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)