હિન્દૂ ધર્મ અનુસાર મોટાભાગના ભારતીય પરિવારો પોતાના ઘરમાં અવારનવાર કથા કરાવતા હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, વ્યક્તિએ પોતાના ઘરે જ કથા કરાવવી જોઈએ. ઘરમાં કથાનો પાઠ કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ, પરેશાનીઓ, દુ:ખ, દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિને સુખ-શાંતિની સહીત અનેક લાભ મળે છે. ઘરમાં કથા કહેવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
જેના કારણે વ્યક્તિના મનમાં ઉદ્ભવતા તમામ નકારાત્મક વિચારો, ખોટી લાગણીઓ અને ડરનો અંત આવે છે. ઘરમાં ધાર્મિક કથા કરવાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે. તેમજ રોગો પણ દૂર રહે છે.
ઘરમાં કથા કરાવવાના ઘણા ફાયદા છે. ઘરમાં કથાના પાઠ કરવાથી વ્યક્તિને વિવેક, જ્ઞાન અને પરમાત્માનું ધ્યાન પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં ભગવાનની કથા જરૂરથી કરાવવી જોઈએ. ધાર્મિક ગ્રંથો અનુસાર, ઘરે કથા કરાવવાથી વ્યક્તિને ભગવાનની ભક્તિ અને તેમના વિશે જાણવાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કથા દ્વારા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. વ્યક્તિ સુખ અને શાંતિ માટે ધાર્મિક યાત્રા પર જાય છે અને ભારત દેશમાં બનેલા તીર્થસ્થાનો પર જાય છે, જ્યાં તેને શાંતિ પ્રાપ્ત થાય છે.
ઘરનું વાતાવરણ થાય છે શુદ્ધ
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ઘરમાં કથા કે સત્સંગ રાખવામાં આવે છે, ત્યારે દરેક પરિવારજનોને સાથે મળીને ભગવાન વિશે સાંભળવાની તક મળે છે. તો બીજી તરફ કથા કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેનાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, જ્યાં વાતાવરણ શુદ્ધ હોય ત્યાં જ ભગવાનનો વાસ હોય છે.
આલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, આ મહિના દરમિયાન ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો મહિમા છે. તેમજ આગામી સમયમાં હિન્દૂ ધર્મના મહત્વના તહેવારો આવશે. આ દરેક તહેવારો સાથે કોઈને કોઈ કથા જોડાયેલી છે. ત્યારે શ્રાવણ માસમાં તેમજ તહેવારો નિમિત્તે ઘરમાં કથા કરાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)