fbpx
Thursday, October 24, 2024

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા માટે મંદિર જનાર દરેક વ્યક્તિ પોતાના જૂતા કે ચંપલ બહાર જ ઉતારી દે છે.

જો કે ઘણીવાર મંદિરની બહાર ઉતારેલા જૂતા-ચંપલ ગુમ થઇ જાય છે, જો કે પછી અનેક પ્રયાસ પછી પણ જૂતા-ચંપલ નથી મળતા. તેવામાં ઘણા લોકોને એવો સવાલ થાય છે કે આખરે મંદિર પરિસરમાંથી જૂતા-ચંપલ ચોરાઇ જવાનો શું સંકેત છે. ચાલો જાણીએ આ વિશે…

મંદિરમાંથી જૂતા-ચંપલ ચોરાવાનો શું છે સંકેત?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિની સાડાસાતીના એક ચરણ દરમિયાન વ્યક્તિને પગ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં જ્યોતિષ શાસ્ત્રી જણાવે છે કે, જૂતા-ચંપલનો શનિદેવ સાથે ખાસ સંબંધ છે. તેવામાં જો કોઇ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા માટે જાય તો તે દરમિયાન જો જૂતા કે ચંપલ ચોરાઇ જાય તો તે શુભ સંકેત છે. ખરેખર માન્યતા છે કે જૂતા-ચંપલ ચોરાઇ જવાથી શનિની સાડાસાતીની પીડાથી મુક્તિ મળી જાય છે. તેવામાં જો તમારી સાથે પણ આવું કંઇ થાય તો સમજી જાવ કે તમારો ખરાબ સમય ખતમ થવાનો છે.

જૂતા-ચંપલની ચોરી શનિ ગ્રહથી સંબંધિત દોષો દૂર કરવાનો સંકેત આપે છે. શનિવારે જૂતા-ચંપલનું દાન કરવું પણ શુભ છે. આમ કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તો તેના કાર્યો સફળ થતા નથી.

આવી સ્થિતિમાં જો મંદિરની બહારથી જૂતા કે ચંપલ ચોરાઈ જાય તો સમજી લેવું કે તમારું કામ સફળ થવાનું છે. મંદિરની બહારથી જૂતા-ચંપલની ચોરી મુસીબત ટળવા અને શુભ સમયની શરૂઆત સૂચવે છે. જો મંદિરની બહારથી ચામડાના જૂતા-ચંપલની ચોરી થઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે ચામડાના જૂતા-ચંપલ બંનેનો સંબંધ શનિ સાથે છે.

મળે છે શનિ દેવની કૃપા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો શનિવારના દિવસે આવું થાય તો તે વધુ શુભ સંકેત છે. ખરેખર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે અને આ દિવસે આવું થવું શનિની શુભતાનો સંકેત છે. તેવામાં જો શનિવારના દિવસે કોઇ મંદિરમાંથી જૂતા-ચંપલ ચોરાઇ જાય તો સમજી લો તમને જલ્દી જ શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે.

તેવામાં ઘણા લોકો શનિની પીડાથી મુક્તિ મેળવવા માટે પોતાની મરજીથી શનિવારના દિવસે મંદિરની બહાર જૂતા કે ચંપલ મૂકી દે છે. માન્યતા છે કે આવું કરવાથી ગ્રહ દોષ દૂર થવા લાગે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles